સપ્ટેમ્બર 6, 2026 7:03 પી એમ(PM)

printer

રાજ્યમાં મેઘરાજાના આંશિક વિરામ વચ્ચે આગામી 13 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી.

રાજ્યમાં મેઘરાજાના આંશિક વિરામ વચ્ચે કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ 75 ટકાથી વધુ નોંધાયો. તેના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 90 ટકાથી વધુનો જળસંગ્રહ થયો.

બીજી તરફ, હવામાન વિભાગે આગામી 13 તારીખ સુધી રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તો, માછીમારો માટે હાલ કોઈ ચેતવણી જાહેર કરવામાં નથી આવી.