રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં મેઘરાજાના વિરામ વચ્ચે આજે કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. દરમિયાન રાજ્યમાં આગામી ચાર સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
જોકે, કોઈ પણ જગ્યાએ વરસાદ માટે લાલ, નારંગી કે પીળા રંગની કોઈ ચેતવણી અપાઈ નથી. દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લામાં મહત્તમ તાપમાનમાં સામાન્ય ઉછાળો જોવા મળતા લોકોએ બફારાનો સામનો કરવો પડ્યો