સપ્ટેમ્બર 25, 2026 9:30 એ એમ (AM)

views 10

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનએ ક્વોન્ટમ એપ્લિકેશન્સ માટે ઝીરો એમ. કે ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પ્રથમ ડીપ ટેક પ્રોજેક્ટ કરાર પર હસ્તાક્ષર કર્યા

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ ક્વોન્ટમ એપ્લિકેશન્સ માટે ઝીરો એમકે ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામના સ્ટાર્ટ અપ સાથે પ્રથમ ડીપ ટેક પ્રોજેક્ટ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ દ્વારા  20 mK ડિલ્યુશન રેફ્રિજરેટરના સ્વદેશી વિકાસ માટે સહયોગી પ્રયાસ માટે ડીપ-ટેક અને અત્યાધુનિક પ...

સપ્ટેમ્બર 25, 2026 9:27 એ એમ (AM)

views 14

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ યુપી ઇન્ટરનેશનલ ટ્રેડ શોનું આજે ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ યુપી ઇન્ટરનેશનલ ટ્રેડ શોની ચોથી આવૃત્તિ આજથી ગ્રેટર નોઇડાના ઇન્ડિયા એક્સ્પો સેન્ટર ખાતે આજે ઉદ્ઘાટન કરશે. 'અલ્ટિમેટ સોર્સિંગ બિગીન્સ હીયર' થીમ પર આધારિત આ પ્રદર્શન 29 સપ્ટેમ્બર સુધી ચાલશે.આ કાર્યક્રમમાં 2,400 થી વધુ પ્રદર્શકો...

સપ્ટેમ્બર 25, 2026 9:09 એ એમ (AM)

views 30

મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ગ્રામીણ ખેડૂતો અને સામાન્ય માનવીની સમસ્યાના ત્વરિત નિવારણનું માધ્યમ બન્યો

મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ગ્રામીણ ખેડૂતો અને સામાન્ય માનવીની સમસ્યાના ત્વરિત નિવારણનું માધ્યમ બન્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જન સેવાના સમર્પણના 25 વર્ષ પુર્ણ થવા અવસરે યોજઈ રહેલા રાજ્યવ્યાપી સેવા સંકલ્પ અભિયાન દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સપ્ટેમ્બર-2026ના રાજ્ય...

સપ્ટેમ્બર 25, 2026 9:05 એ એમ (AM)

views 21

નાણા મંત્રાલયે જણાવ્યું છે કે ગ્રાહકોની સુવિધા માટે 27મી સપ્ટેમ્બર રવિવારના રોજ તમામ જાહેર ક્ષેત્રની બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો ખુલ્લી રહેશે

આગામી 28 થી 30 સપ્ટેમ્બર દરમિયાન બેન્કના કર્મચારીઓ હડતાળ પર ઉતારી રહ્યા છે, જ્યારે આવતીકાલે શનિવારની રજા આવતી હોવાથી જાહેર જનતાએ પોતાન બેન્કિંગ વ્યવહારો આજે પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. દરમિયાન નાણા મંત્રાલયે જણાવ્યું છે કે ગ્રાહકોની સુવિધા માટે 27મી સપ્ટેમ્બર રવિવારના રોજ તમામ જાહેર ક્ષેત્રન...

સપ્ટેમ્બર 25, 2026 9:00 એ એમ (AM)

views 25

દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા અને આસામ પેટ્રો-કેમિકલ્સ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે 150 TPD ઈ-મિથેનોલ પ્લાન્ટનું આવતીકાલે ખાતમુહૂર્ત કરાશે

દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા અને આસામ પેટ્રો-કેમિકલ્સ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે 150 TPD ઈ-મિથેનોલ પ્લાન્ટનું આવતીકાલે ખાતમુહૂર્ત કરવામાં આવશે. કચ્છ જિલ્લાના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે આવતીકાલે DPA એક્ઝિબિશન ગ્રાઉન્ડ ગાંધીધામ ખાતે યોજાનાર સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન...

સપ્ટેમ્બર 25, 2026 8:59 એ એમ (AM)

views 33

આજે અનંત ચતુર્દશી ર્વિઘ્નહર્તા ગણેશજી વિદાય લેશે – રાજ્યભરમાં ગણેશ વિસર્જન માટે વહીવટીતંત્ર સજ્જ

આજે અનંત ચતુર્દશી ર્વિઘ્નહર્તા ગણેશજી વિદાય લેશે – રાજ્યભરમાં વિસર્જન માટે વહીવટીતંત્ર સજ્જ.. ગણેશ ચોથના દિવસે સ્થાપન કરાયેલ ગણેશજીનું આજે ઘરો તેમજ પંડાલોમાંથી વિસર્જન કરાશે. રાજ્યભરમાં ગણેશ  વિસર્જન માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ વિસર્જનને કારણે ટ્રાફિક અંગે પણ નિયમો જાહેર કરવામાં આવ્યા ...

સપ્ટેમ્બર 25, 2026 8:53 એ એમ (AM)

views 222

હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ રહેશે. જ્યારે કચ્છના કેટલાક ભાગો અને ઉતર ગુજરાતના અમુક ભાગોમાંથી ચોમાસે વિદાય લીધી હોવાનું અનુમાન હવામાન વિભાગ વૈજ્ઞાનિક રામાશ્રેય યાદવે જણાવ્યું હતું.

સપ્ટેમ્બર 24, 2026 4:19 પી એમ(PM)

views 23

મહેસાણામાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની લઘુતમ ટેકાના ભાવે ખરીદી માટે આગામી 9 ઓકટોબર સુધી ઓનલાઈન નોંધણી થઈ શકશે

મહેસાણામાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની લઘુતમ ટેકાના ભાવે ખરીદી માટે આગામી 9 ઓકટોબર સુધી ઓનલાઈન નોંધણી થઈ શકશે. ઇ-ગ્રામ કેન્દ્ર ખાતે હાલ વિનામૂલ્યે ચાલી રહેલી નોંધણી માટે ખેડૂતોએ 7 બાર અને  8અ, તલાટીનો દાખલો, આધાર કાર્ડ અને બેન્ક ખાતાની વિગતની સાથે મોબાઈલ નંબર આપવો પડશે.

સપ્ટેમ્બર 24, 2026 4:14 પી એમ(PM)

views 12

ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે વી સેલ્યુટ અવર મેન્ટર્સ કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે 'વી સેલ્યુટ અવર મેન્ટર્સ'કાર્યક્રમ યોજાયો. જેમાં પોતાનુ સંપૂર્ણ જીવન સમર્પિત કરી પોલીસના ગૌરવમાં વધારો કરનાર 30થી વધુ ડીજીપી અને એડીજીપી રેન્કના નિવૃત્ત પોલીસ અધિકારીઓનું સન્માન કરાયું. કાર્યક્રમમાં રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે જણાવ્યું હતું ક...

સપ્ટેમ્બર 24, 2026 4:06 પી એમ(PM)

views 15

શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો આજે પાંચમો દિવસ ત્યારે મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી

શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો આજે પાંચમો દિવસ છે. ત્યારે મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. છેલ્લા ચાર દિવસમાં 27 લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા. દૂર દૂરથી ભક્તો મોટી સંખ્યામાં અંબાજી આવી રહ્યા છે. 26 સપ્ટેમ્બર સુધી ચાલનાર આ મેળામાં 40 લાખ કરતાં વધુ ભક્તો આવવાની સંભાવના છે.