પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પોલીસ ટીમ પર થયેલા હુમલામાં 11 પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. પોલીસની જવાબી કાર્યવાહીમાં 18 હુમલાખોરો માર્યા ગયા હતા.
પાકિસ્તાની પોલીસના જણાવ્યા અનુસાર, કોહાટ જિલ્લામાં ગેરકાયદેસર સોનાની ખાણકામ સામેના ઓપરેશનમાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે દરબોકચ જલંધર બંદા વિસ્તારમાં નજીકની ટેકરીઓ પરથી હુમલાખોરોએ પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો હતો.
હુમલામાં માર્યા ગયેલા પોલીસકર્મીઓમાં નાયબ પોલીસ અધિક્ષક હૈદર ઝમાન અને સબ-ઇન્સ્પેક્ટર મુખ્તિયારનો સમાવેશ થાય છે. હુમલાખોરોએ પાંચ પોલીસ વાહનોને પણ આગ ચાંપી દીધી હતી. પ્રાંતીય ગવર્નર ફૈઝલ કરીમ કુંડીએ હુમલાની નિંદા કરી હતી અને ગુનાહિત તત્વો અને આતંકવાદીઓ વચ્ચેની સાંઠગાંઠને દોષી ઠેરવી હતી.