નવેમ્બર 12, 2026 1:53 પી એમ(PM)

printer

ઓમાનમાં ચાલી રહેલા અંડર-19 એશિયા ક્રિકેટ કપની બીજી સેમિફાઇનલ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહી છે

ઓમાનમાં ચાલી રહેલા અંડર-19 એશિયા ક્રિકેટ કપની બીજી સેમિફાઇનલ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહી છે. હમણાં મળતા સમાચાર મુજબ, અફઘાનિસ્તાને 46 ઓવરમાં 6 વિકેટે 194 રન બનાવ્યા છે.

અગાઉ, અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે સંયુક્ત આરબ અમીરાતને 70 રનથી હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે.

ટુર્નામેન્ટની પહેલી સેમિફાઇનલ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહી છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.