નવેમ્બર 12, 2026 8:32 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત કૃષિ પરિષદ 2026 ને સંબોધિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત કૃષિ પરિષદ 2026 ને સંબોધિત કરશે. આ બે દિવસીય કાર્યક્રમમાં નીતિ નિર્માતાઓ, રાજદ્વારીઓ, ઉદ્યોગ નેતાઓ અને કૃષિ વૈજ્ઞાનિકો સાથે ભારતભરના લગભગ બે હજાર ખેડૂતો હાજરી આપી રહ્યા છે.

આશરે 20 પ્રગતિશીલ ખેડૂતો અને પદ્મશ્રી પ્રાપ્તકર્તાઓ તેમની નવીનતા અને સ્થિતિસ્થાપકતાની વાર્તાઓ શેર કરવાના છે. ચર્ચાઓ ખેડૂતોની આવક વધારવા, ચોકસાઇ ખેતી અપનાવવા અને કૃત્રિમ બુદ્ધિ-આધારિત સંસાધન વ્યવસ્થાપન, આબોહવા-સ્થિતિસ્થાપક પાક વિકસાવવા અને ભારતના કૃષિ નિકાસને વિસ્તૃત કરવા પર કેન્દ્રિત છે.