નવેમ્બર 12, 2026 10:13 એ એમ (AM)

printer

સ્વચ્છ સર્વેક્ષણ 2025 – 26માં ‘સ્વચ્છ શહેર જોડી’ કેટેગરીમાં અમદાવાદ અને સાણંદને દેશભરમાં પ્રથમ ક્રમે

અમદાવાદ મહાનગરપાલિકાએ સમગ્ર દેશમાં સ્વચ્છતા મેન્ટર સિટી તરીકે પ્રથમ ક્રમ હાંસલ કરી શહેરની સ્વચ્છતા ક્ષેત્રેની આગવી સિદ્ધિમાં વધુ એક યશકલગીનો ઉમેરો કર્યો હોવાનું અમદાવાદ મહાનગર પાલિકાના કમિશનર બચ્છાનિધિ પાનીએ જણાવ્યુ હતું.

સ્વચ્છ શહેર જોડી કેટેગરી અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકાએ મેન્ટર સિટી તરીકેની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી ગુજરાતનાં અન્ય શહેરો, જેમાં સાણંદ, રાણાવાવ, વાંકાનેર, સલાયા અને મુન્દ્રા-બારોઈનો સમાવેશ થાય છે, તેમને સ્વચ્છતા ક્ષેત્રે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ અંતર્ગત કચરાનું વર્ગીકરણ, વપરાયેલા પાણીનું વ્યવસ્થાપન, ઘન કચરા વ્યવસ્થાપન તેમજ સ્વચ્છતા કર્મચારીઓના કલ્યાણ જેવા વિવિધ વિષયો પર માર્ગદર્શન અને સહયોગ આપવામાં આવ્યો હતો. તેમ મ્યુનિસિપલ કમિશનર બચ્છાનિધિ પાનીએ જણાવ્યુ હતું.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું “જ્યારે નાગરિકો નેતૃત્વ કરે છે, અને સ્વચ્છતા દૂતો સેવા આપે છે, ત્યારે શહેરો ચમકે છે!”

તેમણે આ સિદ્ધિઓનો શ્રેય નાગરિકોની સામૂહિક ભાગીદારી, સ્વચ્છતા દૂતો અને સ્વચ્છતા કાર્યકરોના પ્રયાસો અને શહેરી સ્થાનિક સંસ્થાઓના સમર્પણને આપ્યો હતો.