ભારતીય મુક્કેબાઝ ગુંજન અને લૈરેનલાકપમ અંબેકર મીતેઈએ ડાકારમાં ચાલી રહેલા સમર યુથ ઓલિમ્પિક્સના ફાઇનલમાં પહોંચી ગયા છે. આનાથી ભારતને બે સુવર્ણ ચંદ્રક જીતવાની આશા જીવંત રહી છે.
ગુંજન ગઈકાલે મહિલાઓની 48 કિગ્રા વજન શ્રેણીની સેમિફાઇનલમાં ગ્રેટ બ્રિટનની લિલી બેસેટને 4-1થી હરાવી હતી. હવે તેનો મુકાબલો અલ્જેરિયાની બૌથૈના બેન્સલાહ સામે થશે.
મીતેઈએ પુરુષોની 50 કિગ્રા વજન શ્રેણીની સેમિફાઇનલમાં કોલંબિયાના ઇઝોન જેફરી ગેલ અરેવાલોને 5-0થી હરાવ્યા. હવે ફાઇનલમાં આયર્લેન્ડના ક્રિશ્ચિયન જુબાની સામે ટકરાશે.
અત્યાર સુધીમાં ભારતે આ ગેમ્સમાં કુલ નવ ચંદ્રક જીત્યા છે, જેમાં કુસ્તી, બોક્સિંગ અને સ્વિમિંગમાં 3 રજત અને 6 કાંસ્ય ચંદ્રકનો સમાવેશ થાય છે. 2026 યુથ ઓલિમ્પિક્સ આવતીકાલે સમાપ્ત થશે.