સપ્ટેમ્બર 26, 2026 7:22 પી એમ(PM)

views 16

ગ્રાહકોની સુવિધા માટે આવતીકાલે તમામ જાહેર ક્ષેત્ર અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો ખુલ્લી રહેશે-નાણા મંત્રાલયની જાહેરાત

નાણા મંત્રાલયે જાહેરાત કરી છે કે ગ્રાહકોની સુવિધા માટે આવતીકાલે તમામ જાહેર ક્ષેત્રની બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો ખુલ્લી રહેશે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ નિર્ણય યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા આ મહિનાની 28 થી 30 તારીખ સુધી દેશવ્યાપી બેંક હડતાળને ધ્યાનમાં રાખીને લેવાયો છે. તેમાં કહેવામા...

સપ્ટેમ્બર 26, 2026 7:10 પી એમ(PM)

views 17

શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળો આજે મધરાતે પૂર્ણ થશે

શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળો આજે મધરાતે પૂર્ણ થશે. સાત દિવસ ચાલેલા આ મહામેળામાં અંદાજિત 40 લાખથી વધુ માઈ ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસર સહિત સમગ્ર યાત્રાધામ ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી રહ્યું છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, આ મહામેળો આજે રાત્રે 12 વાગ્યે...

સપ્ટેમ્બર 26, 2026 7:04 પી એમ(PM)

views 11

સુરેન્દ્રનગરમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ત્રણ લોકોના મોત

સુરેન્દ્રનગરમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ત્રણ લોકોના મોત થયા છે. વડગામ અને પાનવા વચ્ચે ઉભેલા ટ્રક પાછળ એક મુસાફર કાર ઘૂસી જતા કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અકસ્માત બાદ ટ્રકનો ક્લીનર ખેતરમાં ભાગવા જતા ઝાટકા મશીનમાં કરંટ લાગતા તેનું પણ ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું.

સપ્ટેમ્બર 26, 2026 6:59 પી એમ(PM)

views 14

રાજ્યમાં આ વર્ષે સામાન્ય કરતાં 9 ટકા ઓછો વરસાદ નોંધાયો

રાજ્યમાં આ વર્ષે સામાન્ય કરતાં 9 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 1 જૂનથી લઈને આજના દિવસ સુધી રાજ્યમાં કુલ 637 મિલિમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે સામાન્ય રીતે 701 મિલિમીટર વરસાદ થવો જોઈતો હતો. બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્ય કરતાં 22 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. જો...

સપ્ટેમ્બર 26, 2026 3:37 પી એમ(PM)

views 9

વિદેશ મંત્રી એસ. જયશંકર આજે ન્યૂયોર્કમાં 81મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઉચ્ચ સ્તરીય સત્રને સંબોધિત કરશે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે AI દ્વારા પ્રસ્તાવિત શક્યતાઓનો ઉપયોગ કરવાની, તેના પરિણામોની આગાહી કરવાની અને તેના જોખમોને ઘટાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. મંત્રીએ ગ્રીસના વિદેશ મંત્રી જ્યોર્જ ગેરાપેટ્રીટિસ સાથે 'આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાના સંદર્ભમાં AI, દરિયાઈ સુરક્ષા પર ભાર મૂકવાની' વિષય પર એ...

સપ્ટેમ્બર 26, 2026 3:33 પી એમ(PM)

views 13

22 યુએસ એટર્ની જનરલોના ગઠબંધને ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા H-1B વિઝા અરજીઓ પર એક લાખ ડોલરથી વધુ ફી લાદવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો

22 યુએસ એટર્ની જનરલોના ગઠબંધને ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા H-1B વિઝા અરજીઓ પર એક લાખ ડોલરથી વધુ ફી લાદવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો છે, અને દલીલ કરી છે કે આ પગલું ગેરકાયદેસર છે અને શિક્ષકો, ડોકટરો અને નર્સોની અછતને વધુ કઠીન બનાવશે.       ભારતીય વ્યાવસાયિકો અને અમેરિકન કંપનીઓ માટે આ પડકાર મહત્વપૂર્ણ છે જ...

સપ્ટેમ્બર 26, 2026 3:32 પી એમ(PM)

views 8

કોંગોના દક્ષિણ પશ્ચિમ ભાગમાં ગઇકાલે એક લશ્કરી વિમાન ક્રેશ થતાં વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ, સૈનિકો અને નાગરિકો સહિત 14 લોકોના મોત થયા

મધ્ય આફ્રિકન દેશ, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના દક્ષિણ પશ્ચિમ ભાગમાં ગઇકાલે એક લશ્કરી વિમાન ક્રેશ થતાં વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ, સૈનિકો અને નાગરિકો સહિત 14 લોકોના મોત થયા.       વિમાન દક્ષિણ પશ્ચિમ શહેર કિકવિટથી રાજધાની કિન્શાસા જઈ રહ્યું હતું. ઉડાન દરમિયાન, તેમાં ટેકનિકલ ખામીને કારણે ક્વાંગો પ્રાંતન...

સપ્ટેમ્બર 26, 2026 3:31 પી એમ(PM)

views 21

એશિયન ગેમ્સમાં ભારતીય મહિલાઓએ કબડ્ડીમાં સુવર્ણ, 50 મીટર રાયફલ શૂટિંગમાં રજત ચંદ્રક જીત્યો

     એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા કબડ્ડી ટીમે ઈરાનને હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો. જાપાનમાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતીય ટીમે ઈરાનને હરાવીને 37-34થી હરાવીને આ જીત મેળવી. જ્યારે ભારતની પુરુષ કબડ્ડી ટીમ આજે ફાઇનલમાં ઈરાનનો સામનો કરશે.       એશિયન ગેમ્સમાં ભારતનો આ ત્રીજો સુવર્ણ ચંદ્રક છે. અગાઉ, મહિ...

સપ્ટેમ્બર 26, 2026 11:34 એ એમ (AM)

views 24

એશિયન રમતોત્સવમાં, ભારતીય પુરુષ અને મહિલા કબડ્ડી ટીમો આજે સુવર્ણ ચંદ્રક જીતવાના ઇરાદે ઈરાન સામે મેદાનમાં ઉતરશે

એશિયન રમતોત્સવમાં, ભારતની પુરુષ અને મહિલા કબડ્ડી ટીમો આજે જાપાનના આઈચી-નાગોયામાં સુવર્ણ ચંદ્રક જીતવાના ઇરાદે ઈરાન સામે મેદાનમાં ઉતરશે. મહિલાઓની ફાઇનલ મેચ ભારતીય સમય મુજબ સવારે સાડા નવ વાગ્યે અને પુરુષોની ફાઇનલ બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. બીજી  તરફ બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ પોતાના સિંગલ...

સપ્ટેમ્બર 26, 2026 11:31 એ એમ (AM)

views 9

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં આજે ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ

હવામાન વિભાગે આજે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ  જાહેર કર્યું  છે. છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, બિહાર, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, ઉપ હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ ભારે વરસાદની આગાહી છે.