રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓમાં ‘જોહર કેફે’ શરુ કરાશે અને આદિજાતિ ક્ષેત્રોના હાટ બજારો ખાતે ‘શબરી બુથ ખાતેથી આદિજાતિ વિકાસ અંગેની માહિતીનું વિતરણ કરાશે.
ભગવાન બિરસા મુંડાની 151 મી જન્મજયંતીએ રાજ્યભરમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી12 થી 18 નવેમ્બર દરમિયાન રાજ્યભરમાં કાર્યક્રમો અંગે માહિતી આપતા આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે જણાવ્યું.
આ પ્રસંગે આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવાએ જણાવ્યું કે, “આપણી જમીન, આપણું રાજ”નું સૂત્ર આપનાર ભગવાન બિરસા મુંડાજીનો સંદેશ ગુજરાતના જન-જન સુધી પહોંચે તે માટે 12 થી 18 નવેમ્બર દરમિયાન 14 આદિવાસી જિલ્લાઓની 55 વિધાનસભા બેઠકો, 34 જિલ્લાઓ અને 17 મહાનગરપાલિકાઓમાં સપ્તાહવ્યાપી કાર્યક્રમો યોજાશે.