નવેમ્બર 13, 2026 8:38 એ એમ (AM)

printer

રાજ્યમાં હાલ ઠંડી શરૂ થવાની શક્યતા નહિવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યુ

રાજ્યમાં હાલ  ઠંડી શરૂ થવાની શક્યતા નહિવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યુ છે. હાલમાં ઉત્તર ભારત તરફથી આવતા પવનના કારણે રાજ્યમાં બપોરે ગરમી તથા સવારે અને રાત્રે સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યુ કે રાજ્યમાં આગામી સાત દિવસ હવામાન સૂકુ રહેશે.

રાજ્યમાં ગત 24 કલાકમાં સૌથી ઓછું 16.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમરેલીમાં નોંધાયું હતું.