નવેમ્બર 13, 2026 8:42 એ એમ (AM)

printer

GSRTCએ ડિજિટલ ટિકિટિંગ ક્ષેત્રે ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ દ્વારા એક જ દિવસમાં સૌથી વધુ બુકિંગ અને ત્રણ કરોડ 55 લાખ રૂપિયાની ડિજિટલ આવક મેળવી રેકોર્ડ બનાવ્યો

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) એ ડિજિટલ ટિકિટિંગ ક્ષેત્રે ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ દ્વારા દેશની તમામ રાજ્ય પરિવહન નિગમોમાં એક જ દિવસમાં સૌથી વધુ બુકિંગ અને આવક મેળવવાનો નવો ઇતિહાસ રાંચી સિદ્ધિ હાંસલ કરી છે.

આ ઐતિહાસિક સિદ્ધિ અંતર્ગત 11 નવેમ્બરે ભાઈબીજે એક જ દિવસમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટ્યા સૌથી વધુ એક લાખ 46 હજાર 875 બેઠકોનું બુકિંગ થયું છે, આ ઉપરાંત, માત્ર મોબાઇલ એપ્લિકેશન દ્વારા જ 99 હજાર 472 સીટોનું બુકિંગ નોંધાયું છે.

આ એક જ દિવસમાં નિગમ દ્વારા કુલ ત્રણ કરોડ 55 લાખ રૂપિયાની ડિજિટલ આવક મેળવી નવો વિક્રમ નોંધાવ્યો છે. આ આવકમાં મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી જ બે કરો 27 લાખ રૂપિયા પ્રાપ્ત થયા. જ્યારે એક જ દિવસની કુલ આવક 13 કરોડથી વધુ થઈ છે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ઐતિહાસિક રેકોર્ડ સ્થાપવા બદલ નિગમના તમામ એસ.ટી. ડ્રાઈવર, કન્ડક્ટર તથા મિકેનિક સહિતના સમગ્ર સ્ટાફનો તહેવારોના આ અવસરે પોતાના પરિવારની ચિંતા કર્યા વિના, મુસાફરોને સુરક્ષિત અને સમયસર તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે નિષ્ઠાપૂર્વક બજાવેલી ફરજ બદલ તેમણે તમામ વિશેષ આભાર માન્યો છે.