નવેમ્બર 12, 2026 7:17 પી એમ(PM)

printer

ભગવાન બિરસા મુંડાની 151-મી જન્મજયંતી નિમિત્તે રાજ્યભરમાં આજથી રાષ્ટ્રીય જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીનો પ્રારંભ

ભગવાન બિરસા મુંડાની 151-મી જન્મજયંતી નિમિત્તે રાજ્યભરમાં આજથી જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો. અરવલ્લી જિલ્લામાં પણ યુવા, મહિલા અને પ્રબુદ્ધ નાગરિક સંમેલન સહિત એકલવ્ય મૉડેલ સ્કૂલનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરાશે. 

13મી નવેમ્બરના રોજ શામળાજી, મોડાસા અને બાયડ ખાતે યુવા સંમેલન કાર્યક્રમો યોજાશે. 14મી નવેમ્બરના રોજ મહાનુભાવો અને આદિવાસી મહાનાયકોની પ્રતિમાઓની સ્વચ્છતા, પૂજન, દીપ પ્રાગટ્ય, ભજન અને સ્વચ્છતાના કાર્યક્રમો યોજાશે.16મી નવેમ્બરના રોજ ભિલોડાની ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન, 17મી નવેમ્બરના રોજ ભિલોડા, મોડાસા અને બાયડ ખાતે પરંપરાગત રમતોનું આયોજન કરવામાં આવશે. 18મી નવેમ્બરના રોજ મેઘરજ, મોડાસા અને બાયડ ખાતે મહિલા સંમેલન યોજાશે.

13મી નવેમ્બરના રોજ શામળાજી, મોડાસા અને બાયડ ખાતે યુવા સંમેલન કાર્યક્રમો યોજાશે. ૧૪મી નવેમ્બરના રોજ મહાનુભાવો અને આદિવાસી મહાનાયકોની પ્રતિમાઓની સ્વચ્છતા, પૂજન, દીપ પ્રાગટ્ય, ભજન અને સ્વચ્છતાના કાર્યક્રમો યોજાશે. 16મી નવેમ્બરના રોજ ભિલોડાની ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન, 17મી નવેમ્બરના રોજ ભિલોડા, મોડાસા અને બાયડ ખાતે પરંપરાગત રમતોનું આયોજન કરવામાં આવશે. 18મી નવેમ્બરના રોજ મેઘરજ, મોડાસા અને બાયડ ખાતે મહિલા સંમેલન યોજાશે.

છોટાઉદેપુર જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી થશે. ઉપરાંત જામનગરમાં જામજોધપુર તાલુકામાં જિલ્લાકક્ષાના અને જામનગરના ટાઉનહોલ ખાતે શહેરકક્ષાનો ‘જનજાતીય ગૌરવ દિવસ’ ઉજવાશે. કાર્યક્રમ અંતર્ગત લાલપુર ચોકડી પાસે 6 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થનારા સરકારી આદિજાતિ કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાશે.

ગાંધીનગરમાં ટાઉન હોલ ખાતે, કચ્છના ભુજમાં, ભાવનગરમાં આગામી 15 તારીખે યશવંતરાય નાટ્યગૃહ ખાતે અને મહેસાણાના કમળાબા હોલ, સાર્વજનિક વિદ્યાલય ખાતે જિલ્લાકક્ષાની ઉજવણી કરાશે. વાવ-થરાદ જિલ્લામાં વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે 15 તારીખે દૂધ શીત કેન્દ્ર થરાદ ખાતે ‘જનજાતીય ગૌરવ સમારંભ’ યોજાશે.

ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર આયોજનનો હેતુ ભગવાન બિરસા મુંડાના ઐતિહાસિક યોગદાનને યાદ કરવા તેમજ આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ગૌરવપૂર્ણ વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે.