નવેમ્બર 12, 2026 7:06 પી એમ(PM)

printer

19 વર્ષથી ઓછા વયજૂથના ઍશિયા ક્રિકેટ કપની સેમિફાઈનલમાં અફઘાનિસ્તાનને હરાવી ભારત ફાઈનલમાં પહોંચ્યું

19 વર્ષથી ઓછા વયજૂથના ઍશિયા ક્રિકેટ કપમાં આજે બીજી સેમિફાઈનલમાં અફઘાનિસ્તાનને હરાવી ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી. ઓમાનમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તાને પહેલા બેટિંગ કરી નિર્ધારિત 50 ઑવરમાં આઠ વિકેટ ગુમાવી 227 રન બનાવ્યા. ટીમ તરફથી નોમન સાલારઝાઈ અને શાહ ફૈઝલ રહિમી બંનેએ 51-51 રન બનાવ્યા. તો, ભારત તરફથી ઈશાન સુદે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી. ઉપરાંત આર્યન સાવસાનીએ બે તથા કાવ્ય પટેલ અને યશવર્ધન ચૌહાણે એક-એક વિકેટ ઝડપી હતી.

જ્યારે ભારતીય ટીમે 36 ઑવર પાંચ બોલમાં બે વિકેટ ગુમાવી 230 રન કરી મેચ જીતી લીધી. ટીમ તરફથી ઑપનર બેટ્સમેન સુકાની લક્ષ્ય રાયચંદાણીએ સૌથી વધુ 93 રન બનાવ્યા. જ્યારે વી. કે. વિનીથે અણનમ 57 અને આર્યવીર સેહવાગે 51 રનનું યોગદાન આપ્યું.