જામનગરની યશસ્વી સિંહ ચરકે સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ કરાટે ચેમ્પિયનશિપ 2026માં ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરીને રજત અને કાંસ્ય ચંદ્રક જીત્યા. યશસ્વીએ ક્લબ કેટેગરીમાં રજત અને એલિટ કેટેગરીમાં કાંસ્ય ચંદ્રક જીતીને સમગ્ર દેશ અને જામનગર શહેરને ગૌરવ અપાવ્યું છે.
ખેલાડીને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવામાં વિવિધ સંસ્થાઓ તરફથી ટેકનિકલ તાલીમ તથા જરૂરી સહયોગ મળતા તેણે ખુશી વ્યકત કરી હતી.