નવેમ્બર 12, 2026 7:42 પી એમ(PM)

printer

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સશસ્ત્ર દળોને વ્યૂહરચનાના આક્રમક અને રક્ષણાત્મક પાસાઓ મજબૂત બનાવવા હાકલ કરી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સશસ્ત્ર દળોને આશ્ચર્યજનક હુમલાઓનો સામનો કરવા માટે તેમની વ્યૂહરચનાના આક્રમક અને રક્ષણાત્મક બંને પાસાઓ મજબૂત બનાવવા હાકલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે ઝડપથી વિકસતી ટેકનોલોજી અને આધુનિક યુદ્ધના બદલાતા સ્વભાવથી ઉદ્ભવતા પરંપરાગત અને નવા બંને જોખમોનો સામનો કરવા માટે આ જરૂરી છે. શ્રી સિંહ આજે નવી દિલ્હીમાં વાયુસેના કમાન્ડરોની પરિષદને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે ગુપ્ત માહિતી એકત્રિત કરવા અને દેખરેખ ક્ષમતાઓને સતત મજબૂત કરવા, વિવિધ પ્રણાલીઓ વચ્ચે તાલમેલ સુધારવા અને સંભવિત જોખમોને અગાઉથી ઓળખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

શ્રી સિંહે ભારતીય વાયુસેનાને ઇલેક્ટ્રોનિક યુદ્ધ, સાયબર યુદ્ધ અને અવકાશ યુદ્ધ જેવા યુદ્ધના ઉભરતા ક્ષેત્રો માટે વિશિષ્ટ વ્યૂહરચના અને માળખા વિકસાવવા વિનંતી કરી.

સંરક્ષણ મંત્રીએ ઓપરેશન સિંદૂર દરમિયાન અને પછી ભારતીય વાયુસેનાની વ્યૂહરચના અને કાર્યકારી પદ્ધતિઓના અસરકારક અમલીકરણની પ્રશંસા કરી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.