રમતગમત

નવેમ્બર 29, 2025 9:20 એ એમ (AM)

views 36

તન્વી શર્મા, ઉન્નતિ હુડા અને કિદામ્બી શ્રીકાંત- સૈયદ મોદી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધાની સેમિફાઇનલમાં પહોંચ્યા

ભારતીય ખેલાડી તન્વી શર્મા, ઉન્નતિ હુડા અને કિદામ્બી શ્રીકાંત ગઈકાલે લખનૌમાં રમાયેલી સૈયદ મોદી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધાની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

નવેમ્બર 28, 2025 7:54 પી એમ(PM)

views 28

રાજ્યનાં ખેલાડી કાજલ વાજાએ હરિયાણામાં રાષ્ટ્રીય શાળા સ્તરની દોડ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો

રાજ્યનાં ખેલાડી કાજલ વાજાએ રાષ્ટ્રીય શાળાસ્તરની સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ગુજરાત રમતગમત સત્તામંડળ દ્વારા જણાવ્યા મુજબ, હરિયાણાના ભિવાનીમાં યોજાયેલી 69-મી રાષ્ટ્રીય શાળાસ્તરની રમત સ્પર્ધામાં 19 વર્ષથી ઓછી વયની ઍથ્લેટિક્સ સ્પર્ધામાં તેમણે આ સિદ્ધિ મેળવી. કાજલ વાજાએ 100 મીટર દોડમાં 12 પૂર્ણાં...

નવેમ્બર 28, 2025 3:01 પી એમ(PM)

views 30

ક્રિકેટની સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી ઍલિટ સ્પર્ધામાં આજે બરોડા અને પુડુચેરીની ટીમ વચ્ચે મૅચ…

ક્રિકેટની સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી ઍલિટ સ્પર્ધામાં આજે બરોડા અને પુડુચેરીની ટીમ વચ્ચે મૅચ રમાઈ રહી છે. હૈદરાબાદમાં રાજીવ ગાંધી આંતર-રાષ્ટ્રીય સ્ટૅડિયમ ખાતે રમાતી મૅચમાં બરોડાએ ટૉસ જીતીને બૉલિંગનો નિર્ણય કર્યો. પુડુચેરીની ટીમે નિર્ધારિત 20 ઑવરમાં નવ વિકેટ ગુમાવી 166 રન બનાવ્યા છે. ટીમ તરફથી સૌથી વધુ 7...

નવેમ્બર 28, 2025 8:04 એ એમ (AM)

views 44

અમદાવાદમાં ચાલી રહેલી AFC અંડર-17માં ભારત આજે લેબનોન સામે ટકરાશે

ફૂટબોલમાં, ભારત આજે ગુજરાતના અમદાવાદમાં EKA એરેના ખાતે AFC અંડર-17 એશિયન કપ સાઉદી અરેબિયા 2026 ક્વોલિફાયર ગ્રુપ D માં લેબનોન સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ગ્રુપ D પોઈન્ટ ટેબલમાં, ભારત હાલમાં ચાર પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.

નવેમ્બર 27, 2025 7:44 પી એમ(PM)

views 32

ભારતીય ખેલાડી તન્વી શર્મા લખનૌમાં સૈયદ મોદી આંતર રાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધાની ક્વાર્ટરફાઇનલમાં પહોંચ્યા.

૧૬ વર્ષીય ભારતીય શટલર તન્વી શર્માએ આજે લખનૌમાં સૈયદ મોદી આંતર રાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધામાં માં ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન નોઝોમી ઓકુહારાને હરાવીને મહિલા સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. તન્વીએ રાઉન્ડ ઓફ ૧૬ મેચમાં જાપાની અનુભવી ખેલાડીને ૧૩-૨૧, ૨૧-૧૬, ૨૧-૧૯ થી હરાવી. સ્પર્ધામાં ક્વાર્ટર ફાઇનલમા...

નવેમ્બર 27, 2025 7:19 પી એમ(PM)

views 34

અમદાવાદને રાષ્ટ્રમંડળ રમતની યજમાની આપવાના નિર્ણયને રાજ્યભરમાંથી વ્યાપક આવકાર

વર્ષ 2030ની રાષ્ટ્રમંડળ રમત અમદાવાદમાં યોજાવા અંગે ગ્લાસ્ગોમાં સત્તાવાર જાહેરાત થતાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. અમદાવાદને રાષ્ટ્રમંડળ રમતની યજમાની આપવાના નિર્ણયને રાજ્યભરમાંથી વ્યાપક આવકાર મળી રહ્યો છે. રાજ્યસભાના સાંસદ નરહરિ અમીને પણ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું, અમદાવાદ રમતના આય...

નવેમ્બર 27, 2025 7:15 પી એમ(PM)

views 29

પાટણનાં વિદ્યાર્થિની ભાર્ગવી ભગોરાએ રાજસ્થાનમાં રમાયેલી ખેલો ઇન્ડિયાની તીરંદાજી સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો

પાટણનાં વિદ્યાર્થિની ભાર્ગવી ભગોરાએ રાજસ્થાનમાં યોજાયેલી તીરંદાજી સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વ-વિદ્યાલયનાં આ વિદ્યાર્થિનીએ જયપુરમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગૅમ્સ હેઠળ યોજાયેલી સ્પર્ધામાં આ સિદ્ધિ મેળવી છે. વિશ્વ-વિદ્યાલયના કુલપતિ, કુલસચિવ અને શારીરિક શિક્ષણ ...

નવેમ્બર 27, 2025 3:48 પી એમ(PM)

views 39

ભાવનગરમાં ગુજરાત રમતગમત સત્તામંડળ દ્વારા યોજાયેલા ખેલ મહાકુંભની જિલ્લાકક્ષાની કબડ્ડી સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા મહાવિદ્યાલયની ટીમ વિજેતા બની

ભાવનગરમાં ગુજરાત રમતગમત સત્તામંડળ દ્વારા યોજાયેલા ખેલ મહાકુંભની જિલ્લાકક્ષાની કબડ્ડી સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા મહાવિદ્યાલયની ટીમ વિજેતા બની છે. B. M. કૉમર્સ હાઈસ્કૂલના મેદાનમાં યોજાયેલી સ્પર્ધામાં આ વિદ્યાર્થિનીઓએ પ્રથમ ક્રમાંક મેળવતા તમામ લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા છે.

નવેમ્બર 26, 2025 8:04 પી એમ(PM)

views 30

હૈદરાબાદમાં રમાયેલી ક્રિકેટની સૈયદ મુસ્તાક અલી ટ્રૉફીમાં સર્વિસીઝ સામે ગુજરાતની ટીમનો વિજય

ક્રિકેટની સૈયદ મુસ્તાક અલી ટ્રૉફીમાં આજે સર્વિસીઝ સામેની મૅચમાં ગુજરાતની ટીમનો વિજય થયો છે. હૈદરાબાદના જિમખાના મૅદાનમાં રમાયેલી મૅચમાં ગુજરાતે ટૉસ જીતીને પહેલા બૉલિંગનો નિર્ણય કર્યો હતો.ત્યારબાદ સર્વિસીઝ ટીમે નિર્ધારિત 20 ઑવરમાં નવ વિકેટ ગુમાવી 182 રન બનાવ્યાં. ટીમ તરફથી સૌથી વધુ 60 રન ઑપનિંગ બૅટ્સમ...

નવેમ્બર 26, 2025 7:56 પી એમ(PM)

views 34

વર્ષ 2030માં 100મી રાષ્ટ્રમંડળ રમતનું આયોજન કરવા માટે ગુજરાતના અમદાવાદની પસંદગી.

વર્ષ 2030માં 100મી રાષ્ટ્રમંડળ રમતનું આયોજન કરવા માટે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે. 2010માં નવી દિલ્હીમાં રાષ્ટ્રમંડળ રમત પછી આ ભારતની બીજી રાષ્ટ્રમંડળ રમત હશે. ગ્લાસગોમાં જનરલ એસેમ્બલીમાં 74 રાષ્ટ્રમંડળ દેશોના પ્રતિનિધિઓ દ્વારા આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. અમદાવાદનું વિઝન ગ્લાસગો 2026 ની ગ...