રમતગમત

ડિસેમ્બર 4, 2025 7:34 પી એમ(PM)

views 31

રાજ્યની વૉલીબૉલ ટીમે મધ્યપ્રદેશમાં રમાયેલી સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો.

રાજ્યના 19 વર્ષથી ઓછી વયના ખેલાડીઓની ટીમે વૉલીબૉલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. મધ્યપ્રદેશના ગદરવાડા ખાતે યોજાયેલી 69-મી ભારતીય શાળા રમતગમત મહામંડળની વૉલીબૉલ સ્પર્ધામાં રાજ્યની ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાત રમતગમત સત્તામંડળે આ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે. સાથે જ સત...

ડિસેમ્બર 4, 2025 1:49 પી એમ(PM)

views 56

ભારતીય ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરિગેસીએ યરુશલમ માસ્ટર્સ 2025નો ખિતાબ જીત્યો

ભારતીય ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરિગેસીએ, બુધવારે ફાઇનલમાં ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથન આનંદને હરાવીને યરુશલમ માસ્ટર્સ 2025નો ખિતાબ જીત્યો. રેપિડ સ્ટેજની પ્રથમ બે રમતો ડ્રો કર્યા પછી, એરિગેસીએ પ્રથમ બ્લિટ્ઝ ગેમમાં વ્હાઇટ પીસ સાથે નિર્ણાયક વિજય મેળવ્યો. તે બીજી બ્લિટ્ઝ ગેમમાં પણ સારી સ્થિતિમાં હતો, ...

ડિસેમ્બર 4, 2025 9:37 એ એમ (AM)

views 45

ભારતે FEI એશિયન ઘોડસવારી સ્પર્ધા 2025માં પાંચ ચંદ્રક જીત્યા

ભારતે ગઈકાલે થાઈલેન્ડના પટાયામાં FEI એશિયન ઘોડસવારી સ્પર્ધા 2025માં પાંચ ચંદ્રક જીત્યા આશિષ લિમયેએ વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક જીત્યો, જ્યારે સાથી ખેલાડીઓ શશાંક સિંહ કટારિયા અને શશાંક કાનમુરી એ સાથે મળી ટીમ રજત ચંદ્રક જીત્યો. ડ્રેસેજમાં, શ્રુતિ વોરાએ ત્રણ રજત ચંદ્રક જીત્યા,જેમાં એક વ્યક્તિગત શ્રેણીમાં, ...

ડિસેમ્બર 3, 2025 3:27 પી એમ(PM)

views 38

રાજ્ય સરકાર દ્વારા આયોજીત ખેલ મહાકુંભ 2025માં ભાવનગર જિલ્લાની પાલીતાણા મહિલા કોલેજની ટીમ વિજેતા બની

રાજ્ય સરકાર દ્વારા આયોજીત ખેલ મહાકુંભ 2025માં ભાવનગર જિલ્લાની પાલીતાણા મહિલા કોલેજની ટીમ વિજેતા બની છે. સેંદરડાની ટીમને હરાવીને પાલીતાણા મહિલા કોલેજની ટીમ ચેમ્પિયન બની છે. ભાવનગરના અમારા પ્રતિનિધિ જણાવે છે કે સૌરાષ્ટ્ર ઝોન માટે કબડ્ડીમાં સાત મહિલા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. હવે પાલીતાણા મહિલા ...

ડિસેમ્બર 3, 2025 3:26 પી એમ(PM)

views 33

ખેલ મહાકુંભ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં ઝોન કક્ષાની હોકી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

ખેલ મહાકુંભ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં ઝોન કક્ષાની હોકી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે,, જેમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી સહિતના જિલ્લાઓની ટીમ જોડાઈ છે..આ હોકી ટુર્નામેન્ટનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને અરવલ્લી જિલ્લા રમતગમત અને યુવા વિકાસ વિભા...

ડિસેમ્બર 3, 2025 2:09 પી એમ(PM)

views 41

ત્રણ મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીમાં આજે રાયપુરમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજો મુકાબલો

પુરુષ ક્રિકેટમાં, ભારત આજે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ત્રણ મેચની એક દિવસીય શ્રેણીની બીજી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે રમશે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે. થોડીવારમાં મુકાબલો શરૂ થશે. પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને 17 રનથી હરાવ્યા બાદ ભારત હાલ શ્રેણીમાં 1-0થી આગ...

ડિસેમ્બર 3, 2025 9:11 એ એમ (AM)

views 45

ત્રણ મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીમાં આજે ભારત અને દક્ષિણ-આફ્રિકા વચ્ચે બીજો મુકાબલો

પુરુષ ક્રિકેટમાં, ભારત આજે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ત્રણ મેચની એક દિવસીય શ્રેણીની બીજી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે રમશે.આ મેચ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે. પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને 17 રનથી હરાવ્યા બાદ ભારત હાલમાં શ્રેણીમાં 1-0થી આગળ છે.

ડિસેમ્બર 2, 2025 7:08 પી એમ(PM)

views 31

ક્રિકેટની સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી ઍલિટ ટી-20 મૅચમાં પંજાબ સામે બરોડાનો સાત વિકેટે વિજય

ક્રિકેટની સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી ઍલિટ ટી-20 મૅચમાં આજે પંજાબ સામે બરોડાનો સાત વિકેટે વિજય થયો છે. ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા પંજાબની ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 222 રન બનાવ્યા હતા. 223 રનના લક્ષ્યાંકને બરોડાની ટીમે 19 ઓવર અને એક બોલમાં 3 વિકેટ ગુમાવી હાંસલ કર્યો. હાર્દિક પંડ્યા પ્લેયર ઓફ ધ મેચ જાહેર થય...

ડિસેમ્બર 2, 2025 9:46 એ એમ (AM)

views 44

અમદાવાદમાં યોજાયેલી ગુજરાત ઓપન ઈ-સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપના છ ટાઇટલમાં વિજેતાઓને રોકડ ઇનામ અપાયું

ગુજરાતની પ્રીમિયર ઈ-સ્પોર્ટ્સ સ્પર્ધાઓમાંની એક, ગુજરાત ઈ-સ્પોર્ટ્સ ઓપન ચેમ્પિયનશિપ ૨૦૨૫ની ગ્રાન્ડ ફાઇનલ અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે યોજાઇ હતી.આ ચૅમ્પિયનશિપનો 19 ઓક્ટોબરના રોજ ઓનલાઈન નોંધણી તબક્કાની સાથે પ્રારંભ થયો હતો. જેમાં ગુજરાતમાંથી બે હજાર ૩૨૮ ખેલાડીઓએ નોંધણી કરાવી હતી. જેમાં છ ગેમ ટાઇટલમાં ભ...

ડિસેમ્બર 2, 2025 9:34 એ એમ (AM)

views 33

મહિલા FIH હોકી જૂનિયર વર્લ્ડકપ 2025માં ભારતનો નામીબિયા સામે પ્રથમ મેચમાં વિજય

ભારતે ચિલીના સેન્ટિયાગોમાં નામિબિયા સામે ૧૩-૦થી શાનદાર વિજય સાથે મહિલા FIH હોકી જુનિયર વર્લ્ડ કપ ૨૦૨૫માં પોતાના અભિયાનની શરૂઆત કરી. જ્યોતિ સિંહની આગેવાની હેઠળની ભારતીય ટીમને પુલ Cમાં જર્મની, આયર્લેન્ડ અને નામિબિયા સાથે મૂકવામાં આવી છે.પૂલની પહેલી મેચમાં જર્મનીએ આયર્લેન્ડને ૭-૧થી હરાવ્યું.ટુર્નામેન્ટ...