રમતગમત

ડિસેમ્બર 8, 2025 8:51 એ એમ (AM)

views 34

ISSF શૂટિંગ વિશ્વ કપમાં સિમરનપ્રીત કૌરે સુવર્ણ ચંદ્રક જીત્યો

ISSF શૂટિંગ વિશ્વ કપમાં સિમરનપ્રીત કૌરે મહિલાઓની 25 મીટર પિસ્તોલ ઇવેન્ટની ફાઇનલમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે.જ્યારે ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમરે પુરુષોની 50 મીટર 3 પોઝિશન ઈવેન્ટમાં અને અનિશે પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ ઇવેન્ટમાં રજત ચંદ્રક જીત્યો.સિમરનપ્રીતે ફાઇનલમાં 41 પોઇન્ટનો સ્કોર કરીને સુવર...

ડિસેમ્બર 8, 2025 8:50 એ એમ (AM)

views 33

જુનિયર હોકી વિશ્વ કપની સેમિફાઇનલમાં જર્મનીએ ભારતને 5-1થી હરાવ્યું

પુરુષ જુનિયર હોકી વિશ્વ કપની સેમિફાઇનલમાં જર્મનીએ ભારતને 5-1થી હરાવ્યું.ચેન્નાઈના મેયર રાધાકૃષ્ણન હોકી સ્ટેડિયમ ખાતે ગઈકાલે રમાયેલી આ મેચમાં જર્મની તરફથી લુકાસ કોસેલ, ટાઇટસ વેક્સ, જોનાસ ગેર્સમ અને બેન હાશબેકે ગોલ કર્યા હતા. ભારત તરફથી અનમોલ એકાએ એકમાત્ર ગોલ કર્યો હતો. ભારત હવે બુધવારે કાંસ્ય ચંદ્રક ...

ડિસેમ્બર 8, 2025 7:39 એ એમ (AM)

views 36

પુરુષ હોકીમાં, ભારતે પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને 5-2થી હરાવ્યું

પુરુષોની હોકીમાં, ભારતે ગઈકાલે ત્રણ મેચની શ્રેણીની પહેલી મેચમાં યજમાન દક્ષિણ આફ્રિકાને 5-2થી હરાવ્યું.ભારત તરફથી શૈલાનંદ લાકરા, આદિત્ય લાલગે, અમિત રોહિદાસ, હરમનપ્રીત સિંહ અને દિલપ્રીત સિંહે ગોલ કર્યા, જ્યારે દક્ષિણ આફ્રિકા તરફથી મુસ્તફા કેસિયમ અને વિવે મબાતાએ ગોલ કર્યા.બીજી મેચ આજે રાત્રે 8:30 વાગ્ય...

ડિસેમ્બર 7, 2025 7:51 પી એમ(PM)

views 29

પુરુષોની હોકીમાં, ભારત આજે કેપટાઉનના સ્ટેલેનબોશમાં ત્રણ મેચની શ્રેણીની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરશે

પુરુષોની હોકીમાં, ભારત આજે કેપટાઉનના સ્ટેલેનબોશમાં ત્રણ મેચની શ્રેણીની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8:30 વાગ્યે શરૂ થશે. ભારત હાલમાં વિશ્વ રેન્કિંગમાં 7મા ક્રમે છે, જ્યારે દક્ષિણ આફ્રિકા 12મા ક્રમે છે.

ડિસેમ્બર 7, 2025 7:07 પી એમ(PM)

views 31

FIH હોકી પુરુષ જુનિયર વિશ્વકપ 2025ની સેમિફાઇનલમાં આજે ભારત અને જર્મની વચ્ચે મુકાબલો

FIH હોકી પુરુષ જુનિયર વિશ્વ કપ 2025માં આજે સેમિફાઇનલમાં ભારત અને જર્મની વચ્ચે મુકાબલો થશે. ચેન્નાઈના મેયર રાધાકૃષ્ણન હોકી સ્ટેડિયમમાં રમાનાર આ મેચ રાત્રે 8 કલાકે શરૂ થશે. ભારતે બેલ્જિયમ સામે પ્રભાવશાળી પૂલ સ્ટેજ અને શૂટઆઉટ જીત મેળવ્યા બાદ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે, જ્યારે જર્મનીએ ફ્રાન્સ સામે શૂટ...

ડિસેમ્બર 7, 2025 7:39 એ એમ (AM)

views 76

ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચોની એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણી જીતી

ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણી 2-1થી જીતી લીધી છે. વિશાખાપટ્ટનમમાં રમાયેલી ત્રીજી અને અંતિમ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને નવ વિકેટથી પરાજય આપ્યો હતો.ભારતીય ટીમે 39 ઓવર અને પાંચ બોલમાં એક વિકેટ ગુમાવીને 271 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. યશસ્વી જયસ્વાલે...

ડિસેમ્બર 6, 2025 8:18 પી એમ(PM)

views 30

વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી પુરુષોની એક દિવસીય ક્રિકેટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને જીતવા માટે 271 રનનો લક્ષ્યાંક આપ્યો

વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી પુરુષોની એક દિવસીય ક્રિકેટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને જીતવા માટે 271 રનનો લક્ષ્યાંક આપ્યો છે. લક્ષ્યનો પીછો કરતા, છેલ્લા મળતા અહેવાલો મુજબ ભારતે 34 ઓવરમાં એક વિકેટે 214 રન બનાવ્યા હતા, દક્ષિણ આફ્રિકાની ટીમ 47.5 ઓવરમાં 270 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકા માટે ક્વિન...

ડિસેમ્બર 6, 2025 9:39 એ એમ (AM)

views 25

હોકી જુનિયર વિશ્વ કપમાં, ભારતે બેલ્જિયમને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

મેન્સ હોકી જુનિયર વિશ્વ કપમાં, ભારતે બેલ્જિયમને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ચેન્નાઈમાં રમાઈ રહેલી આ સ્પર્ધામાં ગઇકાલે ભારતે પેનલ્ટી શૂટઆઉટમાં ગોલ કરી 4-3થી મેચ જીતી હતી. ગોલ કીપર પ્રિન્સદીપ સિંહ શૂટઆઉટમાં કેટલાક અદ્ભુત બચાવ સાથે મેચનો હીરો રહ્યો. પ્રિન્સદીપને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં ...

ડિસેમ્બર 6, 2025 8:08 એ એમ (AM)

views 99

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે ત્રીજી અને અંતિમ વનડે મેચ રમાશે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે ત્રીજી અને અંતિમ વનડે મેચ રમાશે. વિશાખાપટ્ટનમમાં રમાનારી આ મેચ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે. બંને ટીમો શ્રેણીમાં 1-1થી બરાબર છે માટે બંને ટીમો આજે શ્રેણી જીતવા રમતમાં ઉતરશે.

ડિસેમ્બર 5, 2025 10:38 એ એમ (AM)

views 38

મુંબઇ ખાતે રમાયેલી ગુજરાત- મુંબઇ વચ્ચેની કૂચ બિહાર ટ્રોફીની મેચ ડ્રોમાં પરિણમી

બીસીસીઆઇ દ્વારા આયોજીત કૂચ બિહાર ટ્રોફી અંતર્ગત મુંબઈના કાંદિવલી સ્થિત સચિન તેંડુલકર જીમખાના ખાતે ગુજરાત અને મુંબઈ વચ્ચે રમાયેલી ગુજરાતનાં જોરદાર દેખાવથી મુંબઇને બીજી ઇનિંગ 550 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. પરંતુ સમય પૂર્ણ થતાં મુંબઈએ 4 વિકેટ ગુમાવીને 281 રન કર્યા હતા જેના કારણે મેચ ડ્રો રહી હતી.મુંબઈ ત...