રાષ્ટ્રીય

નવેમ્બર 17, 2024 3:00 પી એમ(PM)

views 20

સાંસ્કૃતિક વારસો પાછો લાવવાની પહેલમાં, યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાએ ભારતને એક કરોડ ડોલરની કિંમતની 14સોથી વધુ લૂંટાયેલી કલાકૃતિઓ પરત કરવાની જાહેરાત કરી

સાંસ્કૃતિક વારસો પાછો લાવવાની પહેલમાં, યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાએ ભારતને એક કરોડ ડોલરની કિંમતની 14સોથી વધુ લૂંટાયેલી કલાકૃતિઓ પરત કરવાની જાહેરાત કરી. જેમાં ન્યૂ યોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટમાં તાજેતરમાં પ્રદર્શિત કરાયેલી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. તેમાં એક દૈવી નૃત્યાંગનાની રેતીના પથ્થરની...

નવેમ્બર 17, 2024 2:56 પી એમ(PM)

views 15

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા – DRDOએ ગઈકાલે ઓડિશાના દરિયાકાંઠે આવેલા ડૉ. APJ અબ્દુલ કલામ દ્વીપ પરથી ભારતની પ્રથમ લાંબા અંતરની હાયપરસોનિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા - DRDOએ ગઈકાલે ઓડિશાના દરિયાકાંઠે આવેલા ડૉ. APJ અબ્દુલ કલામ દ્વીપ પરથી ભારતની પ્રથમ લાંબા અંતરની હાયપરસોનિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ હાઈપરસોનિક મિસાઈલ સશસ્ત્ર દળો માટે વિવિધ પેલોડને એક હજાર 500 કિલોમીટરથી વધુ અંતર સુધી લઈ જવા માટે બનાવવામાં આવી છે. એ...

નવેમ્બર 17, 2024 2:54 પી એમ(PM)

views 21

દિલ્હીની આમ આદમી પાર્ટીના મંત્રી કૈલાશ ગેહલોતે રાજીનામું ધરી દીધુ

આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીની આમ આદમી પાર્ટીના મંત્રી કૈલાશ ગેહલોતે રાજીનામું ધરી દીધુ છે. પોતાની નારાજગી જાહેર કરીને તેમણે પક્ષના પ્રાથમિક પદેથી પણ રાજીનામું આપી દીધુ છે. યમુના સફાઇ અને શિષ મહલ વિવાદના મામલે તેમણે આ રાજીનામું ધરી દીધુ છે.

નવેમ્બર 17, 2024 2:53 પી એમ(PM)

views 16

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નાઇજીરિયામાં ‘ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજર’ પુરસ્કારની જાહેરાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નાઇજીરિયામાં ‘ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજર’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. અગાઉ, બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ એક માત્ર એવાં નેતા હતા જેમને આ પુરસ્કાર અર્પણ કરાયો હતો. પ્રધાનમંત્રી મોદીને કોઇ દેશ દ્વારા આપવામાં આવેલો આ 17મો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે. પ્રધાનમંત...

નવેમ્બર 17, 2024 2:52 પી એમ(PM)

views 20

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે ટોચનાં નેતાઓ આજે પ્રચાર કરશે

ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પ્રચારે વેગ પકડ્યો છે. ઝારખંડમાં બીજા તબક્કાની ચૂંટણીનાં પ્રચારનો આવતી કાલે સાંજે અંત આવશે. વિવિધ રાજકીય પક્ષોનાં અગ્રણી નેતાઓ આજે જાહેરસભાઓ સંબોધશે. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જે પી નડ્ડા આજે ગોમિયા, સિન્દરી અને નાલામાં ત્રણ સભાઓ સંબોધશે. શિવરાજ સિંહ ચૌહા...

નવેમ્બર 17, 2024 9:41 એ એમ (AM)

views 27

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક પેડ મા કે નામ અભિયાનને અસરકારક બનાવવામાં સહભાગી થનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક પેડ મા કે નામ અભિયાનને અસરકારક બનાવવામાં સહભાગી થનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ સોશિયલ મીડિયા પર લોકોને વિનંતી કરી કે તેઓ તેમની માતાના સન્માનમાં એક વૃક્ષ વાવે અને પૃથ્વીને ટકાઉ બનાવવામાં યોગદાન આપે

નવેમ્બર 17, 2024 9:35 એ એમ (AM)

views 25

ટેલર ફ્રિટ્ઝ એટીપી વિશ્વ ટેનિસની ફાઇનલમાં પહોંચી ગયો છે.

ટેલર ફ્રિટ્ઝ એટીપી વિશ્વ ટેનિસની ફાઇનલમાં પહોંચી ગયો છે. ઈટાલીના ટ્યુરિનમાં રમાયેલી રોમાંચક સેમીફાઈનલમાં તેણે વિશ્વના બીજા નંબરના ખેલાડી એલેક્ઝાંડર ઝવેરેવને 6-3, 3-6, 7-6થી પરાજય આપ્યો હતો. ટેલર ફ્રિટ્ઝ 2006માં જેમ્સ બ્લેક બાદ ફાઇનલમાં પહોંચનાર પ્રથમ અમેરિકન બન્યો છે. વિશ્વના પાંચમા નંબરના ફ્રિટ્ઝે ...

નવેમ્બર 17, 2024 9:35 એ એમ (AM)

views 34

મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં આજે અંતિમ ગ્રૂપ-સ્ટેજ મેચમાં ભારતનો મુકાબલો જાપાન સામે થશે.

મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં આજે અંતિમ ગ્રૂપ-સ્ટેજ મેચમાં ભારતનો મુકાબલો જાપાન સામે થશે. આ મેચ બિહારના રાજગીર હોકી સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર સાંજે પોણા પાંચ વાગે શરૂ થશે. ભારતે ચીનને 3-0થી પરાજય આપ્યો હતો અને સતત ચોથી જીત નોંધાવી. આ જીત સાથે જ યજમાન ભારતીય ટીમ ચાર મેચમાં 12 પોઈન્ટ મેળવી...

નવેમ્બર 17, 2024 9:33 એ એમ (AM)

views 30

હવામાન વિભાગે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને કેરળમાં આજે વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને કેરળમાં આજે વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે કહ્યું કે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે. આઉપરાંત ઉત્તર-પશ્ચિમ, પશ્ચિમ અને મધ્ય ભારતમાં આગામી 4 થી 5 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સે...

નવેમ્બર 17, 2024 9:32 એ એમ (AM)

views 21

હવા ગુણવત્તા સંચાલન આયોગે ગઈકાલે નવી દિલ્હીમાં GRAPના કડક અમલીકરણની ખાતરી કરવા માટે સમીક્ષા બેઠક યોજી હતી.

હવા ગુણવત્તા સંચાલન આયોગે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન-GRAPને અમલમાં મૂકતા અધિકારીઓને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર અને તેની આસપાસના રાજ્યોમાં નક્કી થયેલા તમામ પ્રદૂષિત સ્થળો પર પ્રદૂષણ દૂર કરવા પ્રાથમિકતા આપી કામ કરવા માટે નિર્દેશ આપ્યો છે. હવા ગુણવત્તા સંચાલન આયોગે ગઈકાલે નવી દિલ્હીમાં GRAPના કડક અમલ...