આંતરરાષ્ટ્રીય

જુલાઇ 2, 2025 8:48 એ એમ (AM)

views 50

યુક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે પુતિન અને મેક્રોં વચ્ચે સંઘર્ષ વિરામ અંગે ટેલિફોન પર ચર્ચા થઇ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને તેમના ફ્રેન્ચ સમકક્ષ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે અઢી વર્ષ બાદ ફોન પર વાતચીત થઈ. શ્રી મેક્રોને યુક્રેનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે ફ્રાન્સના મજબૂત સમર્થનની પુષ્ટિ કરીને યુદ્ધવિરામની આગ્રહભરી વિનંતી કરી. જોકે રશિયન રાષ્ટ્રપતિએ સુરક્ષા ચિંતાઓ અને યુક્રેન...

જુલાઇ 1, 2025 2:32 પી એમ(PM)

views 50

અમેરિકાના પ્રવાસે ગયેલા વિદેશ મંત્રી ડો. એસ જયશંકરે ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વ્યાપાર વાટાઘાટોના સફળ નિષ્કર્ષની આશા વ્યક્ત કરી.

અમેરિકાના પ્રવાસે ગયેલા વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વ્યાપાર વાટાઘાટોના સફળ નિષ્કર્ષની આશા વ્યક્ત કરી...વિદેશ મંત્રી ડૉ. જયશંકરે ભારત અને અમેરિકા વચ્ચેના છેલ્લા 25 વર્ષના સમયગાળા દરમિયાનના સંબંધોની પણ પ્રશંસા કરી છે.તેમણે નોંધ્યું છે કે છેલ્લા પાંચ અમેરિકન રાષ્ટ્ર...

જુલાઇ 1, 2025 7:44 એ એમ (AM)

views 47

ગાઝામાં ઈઝરાયેલી હુમલામાં ઓછામાં ઓછા 60 લોકોના મોત

ગાઝામાં ઈઝરાયેલી હુમલામાં ગઈકાલે ઓછામાં ઓછા 60 લોકોના મોત થયા છે, જે આ અઠવાડિયામાં સૌથી ભારે હુમલા પૈકીનો એક હુમલો છે. દરમિયાન ઈઝરાયેલી અધિકારી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પના નવા યુદ્ધવિરામ અભિયાન માટે વૉશિંગ્ટન આવશે.એક ઈઝરાયેલી અધિકારીએ જણાવ્યું, શ્રી ટ્રમ્પના “ગાઝામાં સમજૂતી કરો, બંધકોને...

જૂન 30, 2025 1:51 પી એમ(PM)

views 30

યુરોપમાં તાપમાનનો પારો વિક્રમજનક સ્તરે પહોંચતાં હિટસ્ટોકનાં કેસમાં વધારો

સમગ્ર યુરોપમાં ગરમીનું મોજું ફરી વળ્યુ છે, તાપમાનના નવા વિક્રમો સ્થાપિત થતાં આરોગ્ય ચેતવણીઓ જાહેર કરવામાં આવી રહી છે. તાપમાન વધતાની સાથે જ જંગલની આગમાં વધારો થઇ રહ્યો છે. આ તાપમાનને કારણે દક્ષિણ સ્પેનને સૌથી વધુ ફટકો પડ્યો છે, જેમાં અલ ગ્રેનાડો 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જે જૂનનું અત્યા...

જૂન 30, 2025 7:54 એ એમ (AM)

views 31

સંયુક્ત રાષ્ટ્રના પરમાણુ નિરીક્ષક સંસ્થાના વડાએ યુએસ હવાઈ હુમલાઓ દ્વારા ઈરાનના પરમાણુ કાર્યક્રમને “નાશ” કરવાના દાવાઓ પર શંકા વ્યક્ત

સંયુક્ત રાષ્ટ્રના પરમાણુ નિરીક્ષક સંસ્થાના વડાએ તાજેતરના યુએસ હવાઈ હુમલાઓ દ્વારા ઈરાનના પરમાણુ કાર્યક્રમને "નાશ" કરવાના દાવાઓ પર શંકા વ્યક્ત કરી છે. એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં, આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી ના ડિરેક્ટર જનરલ, રાફેલ ગ્રોસીએ જણાવ્યું હતું કે તેહરાન હજુ પણ મહિનાઓમાં યુરેનિયમ ...

જૂન 29, 2025 8:31 એ એમ (AM)

views 21

અમેરિકાની સેનેટનો રેમિટન્સ ટ્રાન્સફર ટેક્સ 3.5 ટકાથી ઘટાડીને એક ટકા કરવાનો પ્રસ્તાવ

અમેરિકાની સેનેટે રેમિટન્સ ટ્રાન્સફર ટેક્સને 3.5 ટકાથી ઘટાડીને માત્ર એક ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નિર્ણયથી બિનનિવાસી ભારતીયોને મોટી રાહત મળશે.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ‘વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટ’ના સુધારેલા ડ્રાફ્ટ હેઠળ, બેંક ખાતાઓમાંથી ટ્રાન્સફર અને અમેરિકા દ્વારા જારી કરાયેલા ડેબિટ અથવા ક્...

જૂન 28, 2025 8:47 એ એમ (AM)

views 27

કેનેડા સાથે વેપાર વાટાઘાટો સમાપ્ત કરી અને ટૂંક સમયમાં કેનેડા માટે નવા ટેરિફ દરની જાહેરાત કરશે: રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમણે કેનેડા સાથે વેપાર વાટાઘાટો સમાપ્ત કરી દીધી છે અને ટૂંક સમયમાં કેનેડા માટે નવા ટેરિફ દરની જાહેરાત કરશે. તેમણે સોશિયલ મીડિયામાં જણાવ્યું કે આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે બંને પડોશી દેશો જુલાઈના મધ્ય સુધીમાં વેપાર કરાર પર સંમત થવા માટે કામ કરી...

જૂન 27, 2025 9:08 એ એમ (AM)

views 51

ભારત સાથે ટૂંક સમયમાં એક મોટા વેપાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર થશે : ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત સાથે ટૂંક સમયમાં એક મોટો વેપાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર થશે. ગઈકાલે એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું હતું કે ચીન સાથે કરાર થઈ ગયો છે, હવે ટૂંક સમયમાં ભારત સાથે એક મોટો કરાર થશે. જોકે, તેમણે ચીન સાથેના કરારની વિગતો આપી ન હતી. શ્રી ટ્રમ્પે સ્પષ...

જૂન 26, 2025 7:47 પી એમ(PM)

views 37

એક્સિઑમ ફૉરના સભ્યોને લઈ ગયેલું અવકાશયાન આંતરરાષ્ટ્રીય અવકાશમથક સાથે જોડાતા ભારતે ઇતિહાસ રચ્યો

ઍક્સીઑમ ફૉર મિશનના સભ્યોને લઈ જનારું સ્પેસઍક્સ ડ્રેગન અવકાશયાન આજે બપોરે ચાર વાગ્યે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક- I.S.S. સાથે જોડાયું. આ સાથે જ ભારતે આજે ઇતિહાસ રચ્યો છે. યાનના ચાલક દળના ચાર સભ્યમાં ભારતીય વાયુસેનાના ગૃપ કેપ્ટન શુભાંશુ શુક્લા પણ સામેલ છે. સાથે જ 41 વર્ષ બાદ અવકાશમાં ભારતના કોઈ અવકાશયાત્ર...

જૂન 25, 2025 7:46 પી એમ(PM)

views 33

ઈરાનની સંસદે U.N. પરમાણુ નિરીક્ષક સંસ્થા, આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા સંસ્થા સાથે સહયોગ સ્થગિત કરવાના ખરડાને મંજૂરી આપી

ઈરાનની સંસદે આજે સંયુક્ત રાષ્ટ્ર પરમાણુ નિરીક્ષક સંસ્થા, આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી સાથે સહયોગ સ્થગિત કરવાના ખરડાને મંજૂરી આપી છે. ઈરાની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે તાજેતરમાં એસ્ફહાન, ફોર્ડો અને નાતાન્ઝમાં ત્રણ ઈરાની પરમાણુ સ્થળો પર અમેરિકના હુમલા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સંસદના સત્ર દર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.