આંતરરાષ્ટ્રીય

ઓગસ્ટ 28, 2025 2:04 પી એમ(PM)

views 26

અર્જેન્ટિનાએ ભારતીય નાગરિકો માટે પ્રવેશ નિયમ હળવા કર્યા.

અર્જેન્ટિનાએ ભારતીય નાગરિકો માટે પ્રવેશ નિયમ હળવા કર્યા છે. તેનાથી માન્ય અમેરિકી પ્રવાસી વિઝા ધરાવતા લોકોને અર્જેન્ટિનાના વિઝા માટે અલગથી અરજી કર્યા વગર પ્રવાસ કરવાની છૂટ મળી છે. આ નિર્ણયનું સ્વાગત કરતા ભારતમાં અર્જેન્ટિનાના રાજદૂત મારિયાનો કૉસિનોએ એક સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું, આ રાજપત્રિત આદેશ ...

ઓગસ્ટ 26, 2025 2:28 પી એમ(PM)

views 37

અમેરિકાએ ભારતથી થતી આયાત પર વધારાનો 25 ટકા વેરો લગાવવાની સત્તાવાર નૉટિસ જાહેર કરી

અમેરિકાએ ભારતથી થતી આયાત પર વધારાનો 25 ટકા વેરો લગાવવાની સત્તાવાર નૉટિસ જાહેર કરી છે. નવો વેરો આવતીકાલથી લાગુ થશે. આ નૉટિસ મુજબ, આ વેરો છ ઑગસ્ટે હસ્તાક્ષર કરાયેલા રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પના કાર્યકારી આદેશને લાગુ કરે છે.

ઓગસ્ટ 25, 2025 2:15 પી એમ(PM)

views 42

કેનેડાના પ્રધાનમંત્રીએ શાંતિ કરારમાં મજબૂત સુરક્ષા બાંહેધરીની યુક્રેનની માગનું સમર્થન કર્યું.

કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીને કહ્યું, તેઓ કોઈ પણ શાંતિ કરારમાં મજબૂત સુરક્ષા બાંહેધરીની યુક્રેનની માગનું સમર્થન કરે છે. તેમણે કહ્યું, કેનેડા એવી કોઈ વ્યવસ્થા હેઠળ સેના મોકલવાનો ઇનકાર નહીં કરે. માર્ચમાં પદગ્રહણ કર્યા બાદ પહેલી વાર યુક્રેનના પ્રવાસે...

ઓગસ્ટ 24, 2025 8:44 એ એમ (AM)

views 33

ફિજીના પ્રધાનમંત્રી સિટેની લિગામામાડા રાબુકા આજે ભારતની ત્રણ દિવસની મુલાકાતે

ફિજીના પ્રધાનમંત્રી સિટેની લિગામામાડા રાબુકા આજે ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવી રહ્યા છે. તેમની સાથે તેમના પત્ની સુલુએતી રાબુકા પણ રહેશે. શ્રી રાબુકા સાથે આવેલા પ્રતિનિધિમંડળમાં આરોગ્ય અને તબીબી સેવા મંત્રી, રતુ એન્ટોનિયો લાલાબાલાવુ અને વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં ...

ઓગસ્ટ 23, 2025 2:31 પી એમ(PM)

views 33

પાકિસ્તાનના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ગ્લેસિયર વિસ્ફોટમાં 300 થી વધુ મકાનો અને દુકાનો નાશ પામી

પાકિસ્તાનના કબજા હેઠળના ગિલગિટ-બાલ્ટિસ્તાનના ગીઝર જિલ્લામાં ગ્લેસિયર વિસ્ફોટમાં 300 થી વધુ મકાનો અને ડઝનેક દુકાનો નાશ પામી છે, જેના કારણે ભૂસ્ખલન થયું છે અને ભારે પૂર આવ્યું છે. અહેવાલો અનુસાર, બચાવ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે કૃત્રિમ તળાવની રચના પછી સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હોવાથી ઓછામાં ઓછા 200 લો...

ઓગસ્ટ 22, 2025 2:10 પી એમ(PM)

views 36

દક્ષિણ અમેરિકાના ડ્રેક પેસેજ વિસ્તારમાં 7.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા.

દક્ષિણ અમેરિકાના ડ્રેક પેસેજ વિસ્તારમાં શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો. અમેરિકા ભૂસ્તર-વિજ્ઞાન સર્વેક્ષણ વિભાગે ભૂકંપની તીવ્રતા પહેલા આઠ જણાવી બાદમાં તેને ઘટાડીને સાડા સાત કરવામાં આવી. 10 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપનું કેન્દ્ર નોંધાયું, જોકે યુએસ સુનામી ચેતવણી સંસ્થા એ સુનામીની કોઈ ચેતવણી જાહેર કરી નથ...

ઓગસ્ટ 21, 2025 3:29 પી એમ(PM)

views 31

નાસાએ યુરેનસના નવા, 29મા ઉપગ્રહ એસ/2025 યુ1 ની શોધ કરી હોવાની જાહેરાત કરી

નાસાએ જાહેરાત કરી કે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપએ યુરેનસના નવા, 29મા ઉપગ્રહની શોધ કરી છે, જેનું નામ એસ/2025 યુ1 રાખવામાં આવ્યું હતું. નાસાના જણાવ્યા અનુસાર, સાઉથવેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (એસ. ડબલ્યુ. આર. આઈ.) ની આગેવાની હેઠળની ટીમે 2જી ફેબ્રુઆરી 2025ના રોજ ચંદ્રની ઓળખ કરી હતી, જેનાથી ગ્રહનો જાણીતો ઉપગ...

ઓગસ્ટ 21, 2025 8:18 એ એમ (AM)

views 34

ઇઝરાયલે ગાઝા શહેરને કબજે કરવા આયોજનબદ્ધ હુમલા શરૂ કર્યા

ઇઝરાયલની સેના એ જાહેરાત કરી છે કે તેણે ગાઝા શહેરને કબજે કરવા અને નિયંત્રણ મેળવવા માટે આયોજનબદ્ધ ભૂમિ હુમલા શરૂ કર્યા છે. મોટા હુમલાની તૈયારી માટે સૈનિકો પહેલાથી જ બહારના વિસ્તારોમાં, ખાસ કરીને ઝેઇટોન અને જબાલિયા વિસ્તારોમાં તહેનાત છે.ઇઝરાયલના સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કાત્ઝે ગઈકાલે આ યોજનાને મંજૂરી આપી ...

ઓગસ્ટ 20, 2025 7:33 પી એમ(PM)

views 35

અફઘાનિસ્તાનનાં, હેરાત પ્રાંતમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક 79 પર પહોંચ્યો

અફઘાનિસ્તાનમાં, હેરાત પ્રાંતમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક 79 પર પહોંચ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે ઈરાનને હેરાત શહેરને જોડતા હાઇવે પર એક મુસાફર બસ બાઈક અને મીની-ટ્રક સાથે અથડાતા આ અકસ્માત થયો હતો. મહિલાઓ અને બાળકો સહિત ઘણા પીડિતો ઈરાનથી પરત ફરી રહેલા અફઘાન શરણાર્થીઓ હતા. આ અકસ્મ...

ઓગસ્ટ 20, 2025 2:46 પી એમ(PM)

views 31

યુક્રેનને અમેરિકા દ્વારા અપાતા શસ્ત્રોનો ખર્ચ હવે નાટો ઉઠાવશે.

અમેરિકા હવે યુક્રેનને મફત શસ્ત્રો કે નાણાકીય સહાય આપશે નહીં. અમેરિકાના રાજ્ય સચિવ માર્કો રુબિયોએ એક ટેલિવિઝન ચેનલ સાથેની મુલાકાતમાં આ વાત કહી. તેમણે કહ્યું કે અમેરિકા હવે યુક્રેનને શસ્ત્રો વેચશે, જેનો ખર્ચ યુરોપિયન દેશો નાટોના માધ્યમથી ઉઠાવશે. તેમણે રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.