આંતરરાષ્ટ્રીય

સપ્ટેમ્બર 11, 2025 2:34 પી એમ(PM)

views 32

નેપાળમાં રાષ્ટ્રપ્રમુખ, સેના પ્રમુખ અને યુવા પ્રદર્શનકર્તાઓના પ્રતિનિધિઓ વચ્ચે આજે વચગાળાની સરકારનું નેતૃત્વ નક્કી કરવા વાતચીત થશે.

નેપાળમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે રાષ્ટ્રપ્રમુખ રામચંદ્ર પૌડેલ, નેપાળની સેનાના પ્રમુખ અશોકરાજ સિગડેલ અને યુવા પ્રદર્શનકર્તાઓના પ્રતિનિધિઓ વચ્ચે આજે વચગાળાની સરકારનું નેતૃત્વ નક્કી કરવા વાતચીત થશે. સૂત્રોના જણાવ્યા મુજબ, યુવા પ્રદર્શનકર્તાઓના પ્રતિનિધિઓએ પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશિલા કાર્કીને વ...

સપ્ટેમ્બર 10, 2025 8:13 પી એમ(PM)

views 33

ફ્રાન્સમાં આજે રાષ્ટ્રપ્રમુખ અને તેમની સરકાર વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન થયા

ફ્રાન્સમાં આજે રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન અને તેમની સરકાર વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો થયા. ગઈકાલે મેક્રોનના વિશ્વાસુ અને ફ્રાન્સના સંરક્ષણ મંત્રી સેબેસ્ટિયન લેકોર્નુને પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કર્યા બાદ વિરોધ પ્રદર્શનો શરૂ થયા. અધિકારીઓએ પુષ્ટિ આપી કે અશાંતિના પહેલા કલાકો દરમિયાન 200 થી...

સપ્ટેમ્બર 10, 2025 2:13 પી એમ(PM)

views 41

નેપાળમાં હિંસાને નિયંત્રિત કરવા માટે સૈન્યએ કમાન સંભાળી.. નેપાળની સરહદ નજીક આવેલા ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં હાઇ એલર્ટ

ઉત્તર પ્રદેશ સરકારે પાડોશી દેશમાં વધતી જતી કટોકટીને પગલે નેપાળ સાથે સરહદ ધરાવતા તમામ જિલ્લાઓમાં હાઇ એલર્ટ જાહેર કર્યું છે. સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે વધારાની પોલીસ ટુકડીઓ તૈનાત કરાઇ છે.

સપ્ટેમ્બર 9, 2025 8:07 પી એમ(PM)

views 52

નેપાળના પ્રધાનમંત્રી કે. પી. શર્મા ઓલીએ રાજીનામું આપ્યું.

નેપાળના પ્રધાનમંત્રી કે. પી. શર્મા ઓલીએ આજે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાષ્ટ્રપ્રમુખ રામચંદ્ર પૌડેલને પોતાનું રાજીનામું સોંપ્યું. ટૅક્નિકલ રીતે નેપાળમાં આ સમયે રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું છે. નેપાળ સરકારના મુખ્યસચિવ, નેપાળની સેનાના પ્રમુખ, સરહદ સુરક્ષા દળના મહાનિદેશક, નેપાળ પોલીસના મ...

સપ્ટેમ્બર 9, 2025 2:22 પી એમ(PM)

views 41

વિદેશ મંત્રાલયે નેપાળમાં વસતા ભારતીય નાગરિકોને સાવધાની રાખવા અને તંત્ર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ આપી.

વિદેશ મંત્રાલયે નેપાળમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને દેશમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે સાવધાની રાખવા અને નેપાળી તંત્ર દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ આપી છે. એક નિવેદનમાં, મંત્રાલયે માહિતી આપી કે નવી દિલ્હી નેપાળમાં થઇ રહેલી પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યું છે અને જાનહાનિ પર દુઃ...

સપ્ટેમ્બર 8, 2025 7:53 પી એમ(PM)

views 53

નેપાળમાં સોશિયલ મીડિયા પર સરકારના પ્રતિબંધ સામે વિરોધ પ્રદર્શનમાં 19 ના મોત અને 340 થી વધુ લોકો ઘાયલ થયા.

નેપાળમાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પર સરકારના પ્રતિબંધ સામે વિરોધ પ્રદર્શનમાં મૃત્યુઆંક 19 પર પહોંચી ગયો છે, જ્યારે દેશભરમાં વિરોધીઓ અને પોલીસ વચ્ચેની અથડામણમાં 340 થી વધુ લોકો ઘાયલ થયા છે. કાઠમંડુના બાણેશ્વરમાં વિરોધ પ્રદર્શન હિંસક બન્યું ત્યારે પોલીસે ગોળીબાર કર્યો હતો. અહેવાલો અનુસાર, મૃતકોમાં...

સપ્ટેમ્બર 7, 2025 7:40 પી એમ(PM)

views 40

ભારતે પુનરોચ્ચાર કર્યો કે તે વિશ્વ વેપાર સંગઠનને મુખ્ય કેન્દ્ર બનાવતી મુક્ત, ન્યાયી અને બહુપક્ષીય વેપાર વ્યવસ્થાના પક્ષમાં છે.

ભારતે પુનરોચ્ચાર કર્યો છે કે તે વિશ્વ વેપાર સંગઠનને મુખ્ય કેન્દ્ર બનાવતી મુક્ત, ન્યાયી અને સમાવિષ્ટ બહુપક્ષીય વેપાર વ્યવસ્થાના પક્ષમાં છે. ગઈકાલે રશિયાના વ્લાદિવોસ્તોકમાં શાંઘાઈ સહકાર સંગઠન- SCO ના વેપાર મંત્રીઓની બેઠકમાં, ભારતે કહ્યું કે SCO ની સામૂહિક શક્તિનો ઉપયોગ સહિયારી સમૃદ્ધિ માટે થવો જોઈએ. વ...

સપ્ટેમ્બર 7, 2025 2:00 પી એમ(PM)

views 35

ખાલીસ્તાન સમર્થકોને નાણાકીય સહાય મળતી હોવાનો કેનેડાનો સ્વિકાર

કેનેડાએ સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે, ખાલિસ્તાની હિંસક ઉગ્રવાદી જૂથોને દેશના આંતરિક સ્ત્રોતોમાંથી નાણાકીય સહાય મળી રહી છે. કેનેડાના નાણાં મંત્રાલયના અહેવાલમાં આ વાતનો ખુલાસો થયો છે. અહેવાલ મુજબ, કાયદા અમલીકરણ અને ગુપ્તચર એજન્સીઓએ શોધી કાઢ્યું છે કે ખાલિસ્તાન સમર્થક જૂથને કેનેડાના લોકો અને અહીંના ...

સપ્ટેમ્બર 7, 2025 1:58 પી એમ(PM)

views 36

નેશનલ ગાર્ડને હટાવવાની માંગણી સાથે વોશિંગ્ટન, ડીસીમાં હજારો પ્રદર્શનકારીઓની કૂચ.

નેશનલ ગાર્ડને હટાવવાની માંગણી સાથે ગઈકાલે વોશિંગ્ટન, ડીસીમાં હજારો પ્રદર્શનકારીઓએ કૂચ કરી હતી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રાજધાનીની શેરીઓમાં પેટ્રોલિંગ કરવા નેશનલ ગાર્ડને તૈનાત કર્યા છે. "વી આર ઓલ ડી.સી." એવી આ કૂચમાં બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટ્સ અને પેલેસ્ટિનિયન રાજ્યના સમર્થકો સહિત વિરોધીઓએ ટ્રમ્પ...

સપ્ટેમ્બર 5, 2025 7:49 પી એમ(PM)

views 31

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે, યુક્રેનમાં તૈનાત પશ્ચિમી સૈનિકો રશિયન હુમલાનું લક્ષ્ય બનશે

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે, યુક્રેનમાં તૈનાત પશ્ચિમી સૈનિકો રશિયન હુમલાનું લક્ષ્ય બનશે. એક દિવસ પહેલા જ , ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું હતું કે, 26 દેશોએ યુદ્ધ પછી યુક્રેનને સુરક્ષા ગેરંટી આપવાનું વચન આપ્યું છે. આમાં ભૂમિ, નૌકાદળ અને હવાઈ દળનો સમાવેશ થાય છે. રશ...