આંતરરાષ્ટ્રીય

ઓગસ્ટ 21, 2026 6:53 પી એમ(PM)

views 39

વાયબ્રન્ટ સમિટ 2027 ની તૈયારી: CM ભૂપેન્દ્ર પટેલે ન્યૂયોર્કમાં વન ટુ વન બેઠકોનો દૌર ચલાવ્યો

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી 'વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027' ના પૂર્વાર્ધરૂપે પોતાના અમેરિકા પ્રવાસના 5 માં દિવસે ન્યૂયોર્ક શહેરમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે મહત્વપૂર્ણ વન-ટુ-વન બેઠકો યોજી હતી. આ બેઠકોમાં કિન્ડ્રીલ, બ્લેકરોક અને હોલ્ટેક ઇન્ટરનેશનલ જેવી વિશ્વની અગ્રણી કંપનીઓના વડ...

ઓગસ્ટ 21, 2026 2:09 પી એમ(PM)

views 17

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, સિંગાપોર અને એશિયા સાથે આર્થિક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા ભારત કટિબધ્ધ.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સિંગાપોર અને સમગ્ર એશિયા સાથે આર્થિક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો છે, સાથે સાથે મજબૂત બિઝનેસ-ટુ-બિઝનેસ સહયોગને પ્રોત્સાહન આપ્યું છે. ભારત-સિંગાપોર બિઝનેસ ફોરમ ખાતે બિન-લાભકારી બિઝનેસ સ્કૂલ INSEAD ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વિદ્યા...

ઓગસ્ટ 21, 2026 2:05 પી એમ(PM)

views 16

ઇસ્લામાબાદની એક ખાનગી હોસ્પિટલમાં તબીબી તપાસ બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને રાવલપિંડીની અદિયાલા જેલમાં પરત લઇ જવાયા.

ઇસ્લામાબાદની એક ખાનગી હોસ્પિટલમાં તબીબી તપાસ કરાવ્યા બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને આજે સવારે રાવલપિંડીની અદિયાલા જેલમાં પાછા ખસેડવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના 18 ઓગસ્ટના આદેશ અનુસાર, ખાનને મધ્યરાત્રિ બાદ શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં તેમને બે દિવસમાં ત...

ઓગસ્ટ 21, 2026 2:04 પી એમ(PM)

views 12

આઠ લોકો સાથેનું એક યુએસ ચાર્ટર વિમાન પશ્ચિમ અલાસ્કામાં દુર્ઘટનાગ્રસ્ત થતાં તમામ લોકોના મોત.

આઠ લોકો સાથેનું એક યુએસ ચાર્ટર વિમાન પશ્ચિમ અલાસ્કામાં એક અંતરિયાળ રડાર સાઇટ પર ક્રેશ થયું, જેમાં સવાર તમામ લોકોના મોત થયા. યુએસ સૈન્યના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના ગઈકાલે રાત્રે અલાસ્કાના એન્કોરેજથી લગભગ 725 કિલોમીટર પશ્ચિમમાં કેપ ન્યુએનહામ લોંગ રેન્જ રડાર સાઇટ એરપોર્ટ પર થઈ હતી. ફેડરલ એવિએશન એડમિનિ...

ઓગસ્ટ 21, 2026 2:02 પી એમ(PM)

views 11

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા ઈરાન સાથે જોડાયેલા વ્યૂહાત્મક જળમાર્ગોને ટૂંક સમયમાં સંપૂર્ણ નિયંત્રણમાં લેશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા ઈરાન સાથે જોડાયેલા વ્યૂહાત્મક જળમાર્ગોને "આવશ્યક રીતે નિયંત્રિત" કરી રહ્યું છે અને ટૂંક સમયમાં સંપૂર્ણ નિયંત્રણ કરી લેશે, અને પુનરોચ્ચાર કર્યો કે તેહરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. એક ખાનગી રેડિયો ચેનલ સાથે...

ઓગસ્ટ 20, 2026 7:23 પી એમ(PM)

views 24

વોશિંગટનમાં CM ભૂપેન્દ્ર પટેલ-વોલમાર્ટ વચ્ચે મહત્વની બેઠક, MSME એકમોની નિકાસ વધારવા અંગે ચર્ચા

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના અમેરિકા અને કેનેડાના પ્રવાસ અંતર્ગત બુધવારે વોશિંગટન ડી.સી.માં વોલમાર્ટના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ડેન બ્રાયન્ટ સાથે ખાસ મુલાકાત કરી હતી. આ બેઠકમાં ગુજરાતના વિશાળ MSME સેક્ટરની નિકાસ તકો વધારવા અને ગુણવત્તા સુધારણા અંગે સકારાત્મક ચર્ચાઓ કરવામાં આવી હતી...

ઓગસ્ટ 20, 2026 1:56 પી એમ(PM)

views 21

વ્યાવસાયિક ક્ષેત્રના દ્વિપક્ષિય સંબંધોને વધુ સક્ષમ બનાવવા માટે સિંગાપોરના પ્રધાનમંત્રી સાથે નિર્મલા સિતારામણે બેઠક કરી.

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આજે સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગને મળ્યા હતા. આ બેઠક દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી રાજ્ય મંત્રી જિતિન પ્રસાદ પણ હાજર હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં, નાણાં મંત્રાલ...

ઓગસ્ટ 20, 2026 1:51 પી એમ(PM)

views 16

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તાત્કાલિક સુધારાઓની અપીલ કરી.

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં તાત્કાલિક સુધારાઓની અપીલ કરી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની રચના અને નિર્ણય લેવાની પ્રક્રિયા વર્તમાન વૈશ્વિક વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરે અને વિકાસશીલ દેશોને વધુ પ્રતિનિધિત્વ પૂરું પાડે તેવી પણ માંગણી કરી છે. કાર્યકારી પદ્ધતિઓ પર UNSCની મુક્ત ચર્ચામાં બોલતા U...

ઓગસ્ટ 19, 2026 11:12 એ એમ (AM)

views 18

ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ વધારીને 6.8% ટકા કર્યો

ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે નાણાકીય વર્ષ 2026-27 માટે ભારત માટે GDP વૃદ્ધિનો અંદાજ વધારીને 6.8 ટકા કર્યો છે, જે મે મહિનામાં 6.7 ટકા હતો. જોકે, રેટિંગ એજન્સીએ નોંધ્યું છે કે અલ નીનો હવામાન અને ભૂ-રાજકીય પડકારો આર્થિક વિકાસને અસર કરી શકે છે. એજન્સીએ નાણાકીય વર્ષ 2026-27 માટે ક્રૂડ ઓઇલના ભાવનો અંદાજ ...

ઓગસ્ટ 19, 2026 10:29 એ એમ (AM)

views 24

બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓનું સંમેલન પૂર્ણ – આજે  બ્રિક્સ યુવા પરિષદ  અને  યુવા સમિટનો ગાંધીનગર ખાતે પ્રારંભ થશે.

બ્રિક્સ રાષ્ટ્રોએ પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉ વિકાસ પર સહયોગને મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. ગઈકાલે નવી દિલ્હીમાં 12મી બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠકના સમાપન પર અપનાવવામાં આવેલા સંયુક્ત મંત્રી સ્તરીય નિવેદનમાં બ્રિક્સ રાષ્ટ્રોએ 2030ના ટકાઉ વિકાસ એજન્ડા, ક્લાયમેટ ચેન્જ પર સ...