ગુજરાતનાં અમદાવાદમાં ચાલી રહેલી વિશ્વ વર્લ્ડ તીરંદાજી પેરા સિરીઝમાં ભારતીય ખેલાડીઓ,આજે ચાર સુવર્ણ ચંદ્રક માટે રમશે.
પેરા રિકર્વ મહિલા અને પુરુષ ટીમો ફાઇનલમાં આજે ભારતની ભાવના અને પૂજા ચીનની લિયાંગ કિયુરોંગ અને ચેન યુ સામે જયારે પુરુષોની ટીમમાં ભારતના હરવિંદર સિંહ અને વિજય સુંડી સ્લોવાકિયાના ડેવિડ ઇવાન અને ડેનિસ ઇવાન સામે રમશે.
ભારત પેરા કમ્પાઉન્ડ પુરુષોની ટીમ ફાઇનલમાં શ્યામ સુંદર સ્વામી અને તોમન કુમાર ઇરાકના અબ્બાસ કાધિમ અને અનવર અલ્દાવોદનો સામનો કરશે.
મિક્સ ટીમ W1 (રિકર્વ/કમ્પાઉન્ડ) ફાઇનલ માટે ભારતના સ્વાતિ ચૌધરી અને આદિલ મોહમ્મદ નઝીર અંસારી ચેક રિપબ્લિકના ખેલાડીઓ સામે ટકરાશે.