રમતગમત

જાન્યુઆરી 16, 2026 9:52 એ એમ (AM)

views 44

ICC અંડર-19 ક્રિકેટ વિશ્વ કપની પહેલી મેચમાં ભારતે ડકવર્થ-લુઇસ પદ્ધતિ હેઠળ અમેરિકાને 6 વિકેટે હરાવ્યું

ICC અંડર-19 ક્રિકેટ વિશ્વ કપની પહેલી મેચમાં ભારતે ડકવર્થ-લુઇસ પદ્ધતિ હેઠળ અમેરિકાને 6 વિકેટે હરાવ્યું હતું. ગઈકાલે ઝિમ્બાબ્વેમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા અમેરિકાએ 35 ઓવર અને બે બોલમાં માત્ર107 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. ત્યારબાદ વરસાદને કારણે મેચ 37 ઓવરની કરવામાં આવી હતી. ભારતીય ટીમે સુધ...

જાન્યુઆરી 16, 2026 9:19 એ એમ (AM)

views 58

ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં લક્ષ્ય સેન પુરુષ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં રમશે

આજે નવી દિલ્હીમાં યોજાનાર ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના પુરુષ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેનનો મુકાબલો ચાઈનીઝ તાઈપેઈના લિન ચુન-યી સામે થશે.અગાઉ, રાઉન્ડ ઓફ ૧૬ મેચમાં લક્ષ્ય સેને જાપાનના કેન્ટા નિશિમોટોને સીધી ગેમમાં ૨૧-૧૯, ૨૧-૧૦થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ...

જાન્યુઆરી 15, 2026 7:47 પી એમ(PM)

views 41

ભારતના લક્ષ્ય સેન નવી દિલ્હીમાં યોજાયેલી ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા.

ભારતના લક્ષ્ય સેને આજે નવી દિલ્હીમાં ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના પુરુષ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. લક્ષ્યે સેને રાઉન્ડ ઓફ ૧૬ મેચમાં નિશિમોટોને સીધી ગેમમાં 21-19, 21-10થી હરવ્યા. અગાઉ, એચ. એસ. પ્રણોય અને કિદામ્બી શ્રીકાંત બંને રાઉન્ડ ઓફ 16 મેચમાં હારી ગયા અને ટુર્નામેન્ટમાંથી બહ...

જાન્યુઆરી 15, 2026 7:26 પી એમ(PM)

views 38

ICCની 19 વર્ષથી ઓછી વયના ખેલાડીઓ માટેના વિશ્વકપમાં ભારત સામે અમેરિકાની ટીમ 107 રનમાં ઓલઆઉટ

આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ICCની 19 વર્ષથી ઓછી વયના ખેલાડીઓ માટેના વિશ્વકપની સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો છે. ઝિમ્બાબ્વેમાં રમાઇ રહેલી પહેલી મૅચમાં સંયુક્ત રાજ્ય અમેરિકા – USAની ટીમ 35.2 ઓવરમાં 107 રન પર આઉટ થઇ ગઇ. ભારતે બેટિંગ શરૂ કરતાં ચાર ઑવરમાં એક વિકેટ ગુમાવી 21 રન કર્યા હતા, પરંતુ વરસાદના કારણ...

જાન્યુઆરી 15, 2026 8:06 એ એમ (AM)

views 65

ગુજરાતના રાજકોટમાં રમાયેલી બીજી એક દિવસીય મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને સાત વિકેટથી હરાવ્યું

રાજકોટમાં રમાયેલી બીજી એક દિવસીય મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને સાત વિકેટથી હરાવ્યું. ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબર થઇ છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ આપતા ભારતે 50 ઓવરમાં સાત વિકેટે 284 રન બનાવ્યા. જવાબમાં, ન્યૂઝીલેન્ડે ડેરિલ મિશેલના અણનમ 131 રનની મદદથી 15 બોલ બાકી રહેતા 285 રનનો લક્ષ્ય...

જાન્યુઆરી 14, 2026 7:16 પી એમ(PM)

views 35

રાજકોટમાં રમાઈ રહેલી એક દિવસીય શ્રેણીની બીજી મૅચમાં ભારતે ન્યૂઝિલૅન્ડને જીતવા 285 રનનો લક્ષ્યાંક આપ્યો.

ભારત અને ન્યૂઝિલૅન્ડની ટીમ વચ્ચે ત્રણ મૅચની એક દિવસીય શ્રેણીની બીજી મૅચ આજે રાજકોટમાં રમાઈ રહી છે. ખંડેરીના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાતી મૅચમાં ભારતે નિર્ધારિત 50 ઑવરમાં સાત વિકેટ ગુમાવી 284 રન કર્યા છે. ટીમ તરફથી સૌથી વધુ અણનમ 112 રન કે.એલ. રાહુલે બનાવ્યા. જ્યારે સુકાની શુબમન ગિલે 56, રોહિત શર્માએ ...

જાન્યુઆરી 14, 2026 2:00 પી એમ(PM)

views 51

રાજકોટમાં ભારત સામેની મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

પુરુષ ક્રિકેટમાં ભારત સામેની મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે. ત્રણ મેચની શ્રેણીની બીજી વનડે મેચ ગુજરાતમાં રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે થોડી જ વારમાં શરૂ થશે. ભારતીય ટીમ શુભમન ગિલ અને ન્યુઝીલેન્ડની ટીમ મિશેલ બ્રેશવેલની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરશે.

જાન્યુઆરી 14, 2026 9:04 એ એમ (AM)

views 57

પુરુષ ક્રિકેટમાં આજે ભારત અને ન્યુઝિલેંડ વચ્ચે બીજી એક દિવસીય મેચ રમાશે

પુરુષ ક્રિકેટમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની શ્રેણીની બીજી વનડે આજે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ બપોરે ૧.૩૦ વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમે રવિવારે વડોદરામાં ચાર વિકેટથી પહેલી મેચ જીતીને શ્રેણીમાં 1-0થી લીડ મેળવી હતી. શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ રવિવારે ઇન્દોરમાં રમાશે.

જાન્યુઆરી 13, 2026 9:18 એ એમ (AM)

views 27

વર્લ્ડ ટેબલ ટેનિસ ફીડર સિરીઝમાં રાજ્યના માનુષ શાહે પુરુષ સિંગલ્સ ખિતાબ જીત્યો

વડોદરા શહેરના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત વર્લ્ડ ટેબલ ટેનિસ ફીડર સિરીઝમાં રાજ્યના માનુષ શાહે પુરુષો સિંગલ્સ ખિતાબ જીત્યો છે.વર્લ્ડ ટેબલ ટેનિસ ફીડર સિરીઝ તા.7થી 11 જાન્યુઆરી દરમિયાન યોજાઇ હતી. ફીડર સિરીઝના અંતિમ દિવસે યોજાયેલી પુરુષો સિંગલ્સની ફાઇનલમાં માનુષ શાહે પાયસ જૈન સામે 7-11, ...

જાન્યુઆરી 13, 2026 8:45 એ એમ (AM)

views 47

ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટનો આજથી નવી દિલ્હીમાં આરંભ થશે

ઇન્ડિયા ઓપન 2026 બેડમિન્ટન ટુર્નામેન્ટ આજથી નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શરૂ થશે.18મી ક્રમાંકિત પીવી સિંધુ આ સ્પર્ધામાં ભારતનું નેતૃત્વ કરશે. માલવિકા બંસોડ અને યુવાન તન્વી શર્મા પણ મહિલા સિંગલ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જયારે પુરુષોના સિંગલ્સમાં, લક્ષ્ય સેન અને આયુષ શેટ્ટી શર...