રમતગમત

જાન્યુઆરી 9, 2026 8:11 પી એમ(PM)

views 38

પી વી સિંધુ મલેશિયા ઓપન સુપર બેડમિન્ટન સ્પર્ધામાં મહિલા સિંગલ્સમાં સેમિફાઇનલમાં પહોંચી.

પી વી સિંધુ મલેશિયા ઓપન સુપર બેડમિન્ટન સ્પર્ધામાં મહિલા સિંગલ્સમાં સેમિફાઇનલમાં પહોંચી ગઈ. સિંધુએ જાપાનની અકાને યામાગુચીને ૨૧-૧૧થી હરાવી. દરમિયાન, સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી પુરુષોની ડબલ્સ ક્વાર્ટર ફાઇનલમાં ફજર આલ્ફિયન અને મોહમ્મદ શોહિબુલ ફિકરી સામે હારી ગયા.

જાન્યુઆરી 9, 2026 7:14 પી એમ(PM)

views 29

મધ્યપ્રદેશમાં રાષ્ટ્રીય માર્શલ આર્ટ્સ રમતમાં મહેસાણાના જેકી રાવતે સુવર્ણ અને કાંસ્ય ચંદ્રક જીત્યા.

મહેસાણાના ખેલાડી જેકી રાવતે રાષ્ટ્રીય માર્શલ આર્ટ્સ રમતમાં સુવર્ણ અને કાંસ્ય ચંદ્રક જીત્યા છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં તાજેતરમાં યોજાયેલી છઠ્ઠી રાષ્ટ્રીય માર્શલ આર્ટસ રમતમાં લાખાવડ શાળાના વિદ્યાર્થીએ આ સિદ્ધિ મેળવી છે. સ્પર્ધામાં દેશભરમાંથી એક હજારથી વધુ ખેલાડીએ ભાગ લીધો હતો. જેકી રાવતે સાન્ડા એટલે ક...

જાન્યુઆરી 9, 2026 1:56 પી એમ(PM)

views 133

ક્રિકેટમાં, મહિલા પ્રીમિયર લીગ- WPL 2026ની ચોથી સીઝન આજથી શરૂ થશે.

ક્રિકેટમાં, મહિલા પ્રીમિયર લીગ - WPL 2026ની ચોથી સીઝન આજથી શરૂ થશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) નવી મુંબઈમાં ડૉ. ડી.વાય. પાટીલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે પહેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. મેચ પહેલા એક ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સાથે T20 ટુર્નામેન્ટની શરૂઆત થશે....

જાન્યુઆરી 9, 2026 9:57 એ એમ (AM)

views 34

ભાવનગર રેલવે મંડળના પરાક્રમસિંહ ગોહિલે રાજ્યસ્તરના વિશેષ ખેલ મહાકુંભમાં બે રજત ચંદ્રક જીત્યા

ભાવનગર રેલવે મંડળના પરાક્રમસિંહ ગોહિલે રાજ્યસ્તરના વિશેષ ખેલ મહાકુંભમાં બે રજત ચંદ્રક જીત્યા છે.પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ગુજરાતની આગેવાની હેઠળ નડિયાદ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં પરાક્રમસિંહ ગોહિલના નેતૃત્વ હેઠળ ‘વોરિયર’ ભાવનગર ટીમે પેરા સિટિંગ વોલીબોલની રાજ્ય સ્તરીય સ્પર્ધામાં 19 ટીમો સાથે સ્પર્ધા બાદ...

જાન્યુઆરી 9, 2026 9:37 એ એમ (AM)

views 35

બેડમિન્ટનમાં, શટલર પીવી સિંધુ આજે કુઆલાલંપુરમાં મલેશિયા ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં રમશે

બેડમિન્ટનમાં, શટલર પીવી સિંધુ આજે કુઆલાલંપુરમાં મલેશિયા ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં રમશે.સિંધુ ત્રીજા ક્રમાંકિત જાપાનીઝ અકાને યામાગુચી સામે ટકરાશે. ગઈકાલે, સિંધુએ જાપાનની ટોમોકો મિયાઝાકીને 21-8, 21-13થી હરાવી હતી. પુરુષ ડબલ્સમાં, સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ટોચની ભારતીય જોડી આજે ક્વાર્...

જાન્યુઆરી 9, 2026 9:25 એ એમ (AM)

views 185

ક્રિકેટમાં, મહિલા પ્રીમિયર લીગનો WPLનો આજથી પ્રારંભ

ક્રિકેટમાં, મહિલા પ્રીમિયર લીગ - WPL 2026 ની ચોથી સીઝન આજથી શરૂ થશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) નવી મુંબઈમાં ડૉ. ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે પહેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.

જાન્યુઆરી 8, 2026 7:37 પી એમ(PM)

views 29

મલેશિયા ઓપન બેડમિન્ટન સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં ભારતની પી.વી.સિંધુનો પ્રવેશ

ભારતની પી.વી.સિંધુ મલેશિયા ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં જાપાનની ટોમોકો મિયાઝાકીને 21-8, 21-13 હરાવી મહિલા સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી છે. સિંધુ ચોથી વખત મલેશિયા ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. આવતીકાલે ક્વાર્ટર ફાઇનલમાં સિંધુનો સામનો જાપાનની અકાને યામાગુચી અથવા ચીનની ગાઓ ફેંગ જી સામે થશે.

જાન્યુઆરી 8, 2026 7:12 પી એમ(PM)

views 29

ક્રિકેટની વિજય હઝારે ટ્રોફીમાં, આજે ગુજરાત અને બરોડાનો વિજય

ક્રિકેટની વિજય હઝારે ટ્રોફી એલિટમાં, આજે ગુજરાત સામે સૌરાષ્ટ્રનો 145 રને વિજય થયો છે. સૌરાષ્ટ્ર તરફથી મળેલા 384 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાત 238 રનમાં ઓલઆઉટ થયું. સૌરાષ્ટ્ર તરફથી વિશ્વરાજ જાડેજાએ શાનદાર સદી નોંધવતા તે પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયા. અન્ય એક મેચ બરોડાએ છત્તીસગઢને 149 રનથી હરાવ્યું. બ...

જાન્યુઆરી 8, 2026 9:14 એ એમ (AM)

views 37

ભારતે, ત્રીજી અંડર-૧૯ એક દિવસીય મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવી શ્રેણી જીતી

ભારતે, ત્રીજી અંડર-૧૯ એક દિવસીય મેચમાં દક્ષિણ આફ્રિકાને ૨૩૩ રનથી હરાવી ૩-૦થી શ્રેણી જીતી લીધી છે. બેનોનીના વિલોમૂર પાર્ક ખાતે રમાયેલી ત્રણ મેચની શ્રેણીની ત્રીજી અને અંતિમ વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને જીત માટે ૩૯૪ રનના લક્ષ્યાંક આપ્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરતા, દક્ષિણ આફ્રિકા ૩૫ ઓવરમાં ૧૬૦ રનમાં ઓ...

જાન્યુઆરી 7, 2026 7:50 પી એમ(PM)

views 35

રાષ્ટ્રીય રેકોર્ડ ધારક અને એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીતનાર ભારતીય દોડવીર જિન્સન જોહ્ન્સને નિવૃત્તિ જાહેર કરી.

રાષ્ટ્રીય રેકોર્ડ ધારક અને એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીતનાર ભારતીય મધ્યમ અંતરના દોડવીર જિન્સન જોહ્ન્સને આજે નિવૃત્તિની જાહેરાત કરી. 34 વર્ષીય કેરળના આ ખેલાડીનું શ્રેષ્ઠ પ્રદર્શન 2018 જકાર્તા એશિયન ગેમ્સમાં 3 મિનિટ 44.72 સેકન્ડના સમય સાથે 1500 મીટરની દોડમાં સુવર્ણ ચંદ્રક જીતવાનો હતો. તેણે તે જ ગેમ...