ઓક્ટોબર 2, 2026 4:27 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બહાદુર ભારતીય પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બહાદુર ભારતીય પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વાત કરી હતી. તેમણે દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈ ફ્લાઈટમાં તેના કો-પાઈલટ દ્વારા કરવામાં આવેલા હુમલાને નિષ્ફળ બનાવીને 180 લોકોના જીવ બચાવ્યા હતા. કેપ્ટન મચ્છરે પ્રધાનમંત્રીને તેમના અનુભવ અંગે વિગતવાર જણાવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ તેમની બહાદુરીની પ્રશંસા કરી અને તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી.