રમતગમત

જાન્યુઆરી 23, 2026 7:42 પી એમ(PM)

views 146

ક્રિકેટમાં, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે છત્તીસગઢના રાયપુરમાં બીજો T20 મુકાબલો

ક્રિકેટમાં, છત્તીસગઢના રાયપુરમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

જાન્યુઆરી 23, 2026 3:13 પી એમ(PM)

views 105

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જસાણી કોલેજની વિદ્યાર્થિની પ્રીશા ટાંકે માત્ર એક મહિનામાં 8 ચંદ્રક તથા 3 ટ્રોફી જીતવાની પ્રશંસનીય સિદ્ધિ હાંસલ કરી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જસાણી કોલેજની વિદ્યાર્થિની પ્રીશા ટાંકે માત્ર એક મહિનામાં 8 ચંદ્રક તથા 3 ટ્રોફી જીતવાની પ્રશંસનીય સિદ્ધિ હાંસલ કરી છે. તેણે 8 ડિસેમ્બરે યોજાયેલી સૌરાષ્ટ્ર ઇન્ટર કોલેજ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં પ્રીશાએ અલગ–અલગ ઇવેન્ટ્સમાં ભાગ લઈ 5 સુવર્ણ ચંદ્રક જીત્યા. આ ઉપરાંત પોરબંદર ઓપન વોટર ...

જાન્યુઆરી 23, 2026 1:39 પી એમ(PM)

views 186

ક્રિકેટમાં, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે રાયપુરમાં બીજી T-20 મેચ રમાશે.

ક્રિકેટમાં ભારત પાંચ મેચોની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં આજે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ન્યુઝીલેન્ડ સામે રમશે. આ મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે. કેપ્ટન સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારત હાલમાં શ્રેણીમાં 1-0 થી આગળ છે, ભારતે પ્રથમ મેચ 48 રનથી જીતી હતી. અભિષેક શર્મા...

જાન્યુઆરી 23, 2026 9:45 એ એમ (AM)

views 118

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, ગુજરાત જાયન્ટ્સે ગઈકાલે UP વોરિયર્ઝને 45 રનથી હરાવ્યું

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, ગુજરાત જાયન્ટ્સે ગઈકાલે UP વોરિયર્ઝને 45 રનથી હરાવ્યું. ગુજરાત જાયન્ટ્સ 154 રનના લક્ષ્યનો પીછો કરતા, UP વોરિયર્ઝની ટીમ માત્ર 17.3 ઓવરમાં 108 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.અગાઉ, બેટિંગમાં ઉતરેલી, ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં આઠ વિકેટે 153 રન બનાવ્યા હતા. ગુજરાત જાયન્ટ્સ માટે સોફી ડિવ...

જાન્યુઆરી 23, 2026 9:35 એ એમ (AM)

views 101

ઇન્ડોનેશિયા માસ્ટર્સ બેડમિન્ટનમાં પી.વી સિંધુ અને લક્ષ્ય સેન ક્વાર્ટર ફાઇનલ રમશે

બેડમિન્ટનમાં, ટોચના ભારતીય ખેલાડી પી.વી સિંધુ અને લક્ષ્ય સેન ગઈકાલે જકાર્તામાં ઇન્ડોનેશિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા હતા. મહિલા સિંગલ્સમાં, પીવી સિંધુએ ડેનમાર્કની લાઇન હોજમાર્ક કજાર્સફેલ્ડ્ટને 21-19, 21-18થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પુરુષોની સિંગ...

જાન્યુઆરી 22, 2026 7:44 પી એમ(PM)

views 68

સોમનાથમાં યોજાયેલી રાષ્ટ્રીય હૅન્ડબૉલ સ્પર્ધામાં ગુજરાતની ટીમ સેમિ-ફાઈનલમાં પહોંચી.

સોમનાથમાં યોજાયેલી ઓગણસિત્તેર-મી શાળા રમતગમત રાષ્ટ્રીય હૅન્ડબૉલ સ્પર્ધામાં રાજ્યની 17 વર્ષથી ઓછી વયની ટીમ ભવ્ય પ્રદર્શન કર્યું. ગુજરાતની ટીમે ક્વાર્ટર ફાઈનલમાં રાજસ્થાનની ટીમને 21—10થી હરાવી સેમિ-ફાઈનલમાં પહોંચી છે. હવે ગુજરાતની ટીમ ઉત્તરપ્રદેશ સામે રમશે. અગાઉ ગુજરાતની ટીમે ઉત્તરાખંડની ટીમ સામે 36-2...

જાન્યુઆરી 22, 2026 3:04 પી એમ(PM)

views 57

બેડમિન્ટન માં પી. વી. સિંધુ અને લક્ષ્ય સેન ઇન્ડોનેશિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા

બેડમિન્ટન માં પી. વી. સિંધુ અને લક્ષ્ય સેન ઇન્ડોનેશિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. મહિલા સિંગલ્સમાં, સિંધુએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ડેનમાર્કની હોજમાર્ક કેરફેલ્ડ્ટને 21-19, 21-18 થી હરાવી હતી. હવે તે ચીનની ચેન યુ ફેઈ સામે રમશે.જ્યારે પુરુષોની સિંગલ્સમાં, લક્ષ્ય સે...

જાન્યુઆરી 22, 2026 2:56 પી એમ(PM)

views 89

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, યુપી વોરિયર્ઝ મહિલા ટીમ આજે વડોદરાના બી. સી. એ સ્ટેડિયમ ખાતે લીગ મેચમાં ગુજરાત જાયન્ટ્સ સામે ટકરાશે.

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, યુપી વોરિયર્ઝ મહિલા ટીમ આજે વડોદરાના બી. સી. એ સ્ટેડિયમ ખાતે લીગ મેચમાં ગુજરાત જાયન્ટ્સ સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગ્યે રમાશે. WPL 2026 બે શહેરોના ફોર્મેટમાં યોજાઈ રહી છે. ટુર્નામેન્ટનો નવી મુંબઈ તબક્કો પૂર્ણ કર્યા પછી, પાંચેય ટીમો સ્પર્ધાના બીજા ભાગ માટે ગુજરાત સ...

જાન્યુઆરી 22, 2026 9:28 એ એમ (AM)

views 69

અંબાજી ખાતેથી આદિજાતિ રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધાનો પ્રારંભ

અંબાજી ખાતેથી આદિજાતિ રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધાનો રાજ્યમંત્રી જયરામ ગામીતે પ્રારંભ કરાવ્યો હતો. સતત બીજા વર્ષે અંબાજીમાં રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધા યોજાઇ છે.આ સ્પર્ધામાં 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશની 500થી વધુ મહિલા તિરંદાજોએ ભાગ લીધો હોવાનું જયરામ ગામીતે જણાવ્યું હતું.

જાન્યુઆરી 22, 2026 9:09 એ એમ (AM)

views 62

પુરુષો ક્રિકેટમાં, ભારતે T-20 મેચમાં ન્યૂઝીલેન્ડને 48 રનથી હરાવ્યું – મહિલા ક્રિકેટમાં, યુપી વોરિયર્ઝ આજે ગુજરાત જાયન્ટ્સ સામે ટકરાશે

પુરુષોના ક્રિકેટમાં, ભારતે પાંચ મેચની શ્રેણીની પ્રથમ T-20 મેચમાં ન્યૂઝીલેન્ડને 48 રનથી હરાવ્યું. આ જીત સાથે પાંચ મેચની T20 શ્રેણીમાં ભારતે 1-0ની લીડ મેળવી લીધી. ન્યૂઝીલેન્ડને ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરતાં ભારતે 239 રન બનાવ્યા હતા. જવાબ, ન્યૂઝીલેન્ડ નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકે...