રાષ્ટ્રીય

ઓક્ટોબર 26, 2024 7:50 પી એમ(PM)

views 30

આ વર્ષે ઓગસ્ટમાં કર્મચારી રાજ્ય વીમા-ESI યોજના હેઠળ 20 લાખ 74 હજાર નવા કર્મચારીઓ નોંધાયા

આ વર્ષે ઓગસ્ટમાં કર્મચારી રાજ્ય વીમા-ESI યોજના હેઠળ 20 લાખ 74 હજાર નવા કર્મચારીઓ નોંધાયા છે. શ્રમ અને રોજગાર મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓગસ્ટમાં 28 હજાર 9સો 17 નવી સંસ્થાઓને ESI યોજનાના દાયરામાં લાવવામાં આવી છે. ગયા વર્ષના ઓગસ્ટની સરખામણીએ વાર્ષિક ધોરણે નોંધણીમાં 6.8-0 ટકાનો વધારો થયો છે.

ઓક્ટોબર 26, 2024 7:47 પી એમ(PM)

views 33

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 28મી ઓક્ટોબરે ગુજરાત રાજ્યની મુલાકાત લેશે, જ્યાં તેઓ અનેક પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 28મી ઓક્ટોબરે રાજ્યની મુલાકાત લેશે, જ્યાં તેઓ અનેક પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. મુલાકાત દરમિયાન, શ્રી. મોદી, સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝ સાથે TATA એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ કેમ્પસમાં C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે TATA એરક્રાફ્ટ સંકુલનું ઉદઘાટન...

ઓક્ટોબર 26, 2024 7:45 પી એમ(PM)

views 21

તમામ ડોકટરોને તેમના વ્યાવસાયિક જીવનના કેટલાંક વર્ષો ગ્રામીણ વિસ્તારોને સમર્પિત કરવા જોઈએ. – રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે તમામ ડોકટરોએ તેમના વ્યાવસાયિક જીવનના કેટલાક વર્ષો ગ્રામીણ વિસ્તારોને સમર્પિત કરવા જોઈએ. નવા રાયપુર સ્થિત યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સ અને આયુષના દીક્ષાંત સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે છત્તીસગઢ જેવા રાજ્યોમાં જડીબુટ્ટીઓનો અખૂટ ભંડાર છે. રાષ્ટ્રપતિ મુર્મ...

ઓક્ટોબર 26, 2024 7:42 પી એમ(PM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની આ 115મી કડી છે. આવતીકાલે સવારે 11 વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક...

ઓક્ટોબર 26, 2024 7:41 પી એમ(PM)

views 20

સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ આવતીકાલથી ત્રણ દિવસના ભારતના પ્રવાસે

સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ આવતીકાલથી 29મી ઓક્ટોબર સુધી ભારતની સત્તાવાર મુલાકાતે આવશે. તેની સાથે તેની પત્ની બેગોનાગોમેઝ પણ હશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે આ તેમની પ્રથમ ભારત મુલાકાત હશે. સ્પેનના રાષ્ટ્રપતિની મુલાકાત 18 વર્ષ બાદ થઈ રહી છે. આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ...

ઓક્ટોબર 26, 2024 2:35 પી એમ(PM)

views 26

ગ્રાહક બાબતોના, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે બિન-અનુપાલક હેલમેટ વેચનારા ઉત્પાદકો અને છૂટક વેપારીઓ સામે કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો

ગ્રાહક બાબતોના, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે બિન-અનુપાલક હેલમેટ વેચનારા ઉત્પાદકો અને છૂટક વેપારીઓ સામે કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે. મંત્રાલયે તમામ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટને આવા વેપારીઓ સામે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. વિભાગનાં સચિવ નિધિ ખરેએ કહ્યું કે, આ...

ઓક્ટોબર 26, 2024 2:32 પી એમ(PM)

views 18

સરહદ સુરક્ષા દળ – BSF અને બૉર્ડર ગાર્ડ બાંગ્લાદેશ – BGB વચ્ચે આગામી 18થી 22 નવેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં મહાનિદેશક સ્તરની સરહદ સંવાદ સ્થગિત થઈ ગયો છે

સરહદ સુરક્ષા દળ – BSF અને બૉર્ડર ગાર્ડ બાંગ્લાદેશ – BGB વચ્ચે આગામી 18થી 22 નવેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં મહાનિદેશક સ્તરની સરહદ સંવાદ સ્થગિત થઈ ગયો છે. BGBના પ્રવક્તાએ કહ્યું કે, ‘વર્તમાન સ્થિતિના કારણે BGB અધિકારીઓ દેશભરમાં તહેનાત છે. આ જ કારણથી તેમણે BSFને આ બેઠકને એક મહિના પછી યોજવા અનુરોધ કર્યો ...

ઓક્ટોબર 26, 2024 2:30 પી એમ(PM)

views 18

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે નવી દિલ્હીમાં હવાની ગુણવત્તાના સ્તરને “નબળી” શ્રેણીમાં મૂક્યું

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે નવી દિલ્હીમાં હવાની ગુણવત્તાના સ્તરને "નબળી" શ્રેણીમાં મૂક્યું છે. આજે સવારે 7 વાગ્યે દિલ્હીમાં હવાનો ગુણવત્તા સૂચકાંક એટલે કે એર ક્વોલિટી ઈન્ડેક્સ 232 નોંધાયો હતો. શૂન્ય અને 50 વચ્ચેની હવાની ગુણવત્તા સારી માનવામાં આવે છે. 51થી 100ની વચ્ચેનો સૂચકાંક સંતોષકારક, 101થી...

ઓક્ટોબર 26, 2024 2:29 પી એમ(PM)

views 19

આફ્રિકન દેશ કોંગોમાં મંકીપોક્સ રસીકરણનો બીજો તબક્કો શરૂ થયો

આફ્રિકન દેશ કોંગોમાં મંકીપોક્સ રસીકરણનો બીજો તબક્કો શરૂ થયો છે. પ્રથમ તબક્કામાં મુખ્યત્વે આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. બીજા તબક્કામાં વધુ જોખમ ધરાવતા લોકોને રસી આપવામાં આવશે. એમપોક્સ, એ મંકીપોક્સ વાયરસથી થતો ચેપી રોગ છે જે નજીકના સંપર્ક દ્વારા ફેલાય છે. તાવ, ગળામાં સોજો, સ્નાયુ અને પીઠનો ...

ઓક્ટોબર 26, 2024 2:28 પી એમ(PM)

views 24

ઈસરોના અધ્યક્ષ ડૉ. એસ. સોમનાથ આજે બપોરે નવી દિલ્હીમાં આકાશવાણીના રંગ ભવનમાં સરદાર પટેલ મેમોરિયલ લેક્ચર 2024 આપશે

ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા - ઈસરોના અધ્યક્ષ ડૉ. એસ. સોમનાથ આજે બપોરે નવી દિલ્હીમાં આકાશવાણીના રંગ ભવનમાં સરદાર પટેલ મેમોરિયલ લેક્ચર 2024 આપશે. તેઓ ઈન્ડિયન સ્પેસ ઓડિસીઃ ઈન સર્ચ ઓફ ન્યુ ફ્રન્ટીયર્સ વિષય પર વાત કરશે. પ્રસાર ભારતી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં આ વ્યાખ્યાનનું આયોજન કરાયું છે.