રાષ્ટ્રીય

ઓક્ટોબર 28, 2024 7:54 પી એમ(PM)

views 20

જમ્મૂ કાશ્મીરના અખનૂરના બટ્ટલ ગામે લશ્કરી એમ્બ્યૂલન્સ પર હુમલા માટે જવાબદાર આતંકી જૂથ અને સુરક્ષા દળો સાથેના ઘર્ષણમાં એક આતંકી ઠાર મરાયો છે

જમ્મૂ કાશ્મીરના અખનૂરના બટ્ટલ ગામે લશ્કરી એમ્બ્યૂલન્સ પર હુમલા માટે જવાબદાર આતંકી જૂથ અને સુરક્ષા દળો સાથેના ઘર્ષણમાં એક આતંકી ઠાર મરાયો છે. આકશવાણી જમ્મૂના અમારા સંવાદદાતા જણાવે છે કે મૃત આતંકવાદી પાસેથી મોટા પ્રમાણમાં વિસ્ફોટકો અને હથિયારો મળી આવ્યા છે. વધુ કેટલાક આતંકવાદીઓની શોધખોળ ચાલું છે. સવાર...

ઓક્ટોબર 28, 2024 2:22 પી એમ(PM)

views 31

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત-સ્પેનની ભાગીદારીને નવી દિશા આપવામાં આવી રહી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત-સ્પેનની ભાગીદારીને નવી દિશા આપવામાં આવી રહી છે. વડોદરામાં સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાન્ચેઝ સાથે સંયુક્ત રીતે સી-295 સૈન્ય વિમાનના નિર્માણ માટે ટાટા એરક્રાફ્ટ કૉમ્પ્લેક્સનું ઉદઘાટન કરતાં શ્રી મોદીએ જણાવ્યું કે, વડોદરાના ઉત્પાદન એકમમાં બનેલા વિમાન અન્ય દે...

ઓક્ટોબર 28, 2024 2:21 પી એમ(PM)

views 24

રાષ્ટ્રિય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ- NDMA આજે નવી દિલ્હીમાં તેનો 20મો સ્થાપના દિવસ ઉજવશે

રાષ્ટ્રિય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ- NDMA આજે નવી દિલ્હીમાં તેનો 20મો સ્થાપના દિવસ ઉજવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ વર્ષનાં સ્થાપના દિવસની થીમ છે- વ્યવહાર પરિવર્તન માટે જાગૃતિનાં માધ્યમથી આપત્તિ જોખમને ઘટાડવા માટે સમુદાયોને મજબૂત બનાવવા. મુખ્ય વિષય પર કેન્દ્રીત ...

ઓક્ટોબર 28, 2024 2:20 પી એમ(PM)

views 32

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી- BHUના 13મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી- BHUના 13મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. તેઓ BHUની સંશોધન ક્ષમતા વધારવા 400 કરોડ રૂપિયાની યોજનાઓનું પણ શિલારોપણ કરશે. સ્વતંત્ર ભવન ખાતે આયોજિત પદવીદાન સમારોહમાં વિવિધ શાખાઓમાં એક હજાર 954 સ્નાતકોને ડિગ્રી એનાયત કરશે.

ઓક્ટોબર 28, 2024 2:19 પી એમ(PM)

views 22

ખરીફ માર્કેટિંગ સિઝન 2024-25 માટે 185 લાખ મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરવામાં આવશે

ખરીફ માર્કેટિંગ સિઝન 2024-25 માટે 185 લાખ મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરવામાં આવશે. નવીદિલ્હીમાં પત્રકારોને સંબોધતા ખાદ્ય અને જાહેર વિતરણ કેન્દ્રીયમંત્રી પ્રહલાદ જોશીએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે ચોખાના મિલમાલિકોની ફરિયાદ નિવારણ માટે ટૂંક સમયમાં એક ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવશે જ...

ઓક્ટોબર 28, 2024 2:18 પી એમ(PM)

views 14

જાહેર જીવનમાં પ્રામાણિકતાને પ્રોત્સાહન આપવા અને ભ્રષ્ટાચાર મુક્ત સમાજનું નિર્માણ કરવાનાં આશયથી આજથી દેશભરમાં તકેદારી જાગૃતિ સપ્તાહ મનાવવામાં આવશે

જાહેર જીવનમાં પ્રામાણિકતાને પ્રોત્સાહન આપવા અને ભ્રષ્ટાચાર મુક્ત સમાજનું નિર્માણ કરવાનાં આશયથી આજથી દેશભરમાં તકેદારી જાગૃતિ સપ્તાહ મનાવવામાં આવશે. આ સપ્તાહની વિષયવસ્તુ છે- રાષ્ટ્રની સમૃધ્ધિ માટે પ્રામાણિકતાની સંસ્કૃતિ. શાસન અને જાહેર વહીવટમાં નૈતિકતા અને પારદર્શિતાની જરૂરિયાત અંગે વધુ સંવેદનશીલતા લા...

ઓક્ટોબર 28, 2024 2:18 પી એમ(PM)

views 31

જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં લશ્કરના વાહન ઉપર આતંકવાદીઓએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાના અહેવાલ છે

જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં લશ્કરના વાહન ઉપર આતંકવાદીઓએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાના અહેવાલ છે. અમારા જમ્મુના સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે સુરક્ષા દળો હાલમાં અખનૂર સેક્ટરના બટ્ટલ વિસ્તારમાં મોટા પાયે તપાસ અભિયાન ચલાવી રહ્યા છે. આ વિસ્તારમાં ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ હોવાની જાણ ગ્રામજનો દ...

ઓક્ટોબર 28, 2024 2:17 પી એમ(PM)

views 20

પંજાબ પોલીસે પાકિસ્તાન આધારિત ડ્રગ ગેંગનો પર્દાફાશ કરીને એકસો પાંચ કિલોગ્રામ હેરોઈન અને 49 કિલો અન્ય માદક પદાર્થો જપ્ત કર્યા છે

પંજાબ પોલીસે પાકિસ્તાન આધારિત ડ્રગ ગેંગનો પર્દાફાશ કરીને એકસો પાંચ કિલોગ્રામ હેરોઈન અને 49 કિલો અન્ય માદક પદાર્થો જપ્ત કર્યા છે. પોલીસની કાઉન્ટર ઇન્ટેલિજન્સ વિંગે શનિવારે અમૃતસરમાંથી છ પિસ્તોલ સાથે બે લોકોની ધરપકડ કરી હતી. પંજાબ પોલીસના વડાએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે દાણચોરોએ પાકિસ્ત...

ઓક્ટોબર 28, 2024 2:16 પી એમ(PM)

views 20

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રોની ચકાસણી ચાલી રહી છે

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રોની ચકાસણી ચાલી રહી છે. આ તબક્કા માટે 805 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આ તબક્કામાં 13મી નવેમ્બરે 43 બેઠકો માટે મતદાન થશે. ઉમેદવારો 30મી ઓક્ટોબર સુધી તેમના ઉમેદવારીપત્રો પરત ખેંચી શકશે. 23 નવેમ્બરે મતગણતરી થશે. દરમિયાન, તપાસ અભિયાન દરમિયાન,...

ઓક્ટોબર 28, 2024 2:15 પી એમ(PM)

views 18

આસામમાં વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્રોની ચકાસણી ચાલી રહી છે

આસામમાં વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્રોની ચકાસણી ચાલી રહી છે. 13મી નવેમ્બરે યોજાનારી ધોલાઈ, સમગુરી, બેહાલી, સિદલી અને બોંગાઈગાંવ બેઠકોની પેટાચૂંટણી માટે 38 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે. અમારા સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે શાસક ભાજપે ત્રણ બેઠકો પર ઉમેદવારી નોંધાવી છે જ્યારે ...