ઓગસ્ટ 10, 2026 10:01 એ એમ (AM)

printer

જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં આજે સેમીફાઇનલની બે મેચ રમાશે

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત ઝાયડસ કપ – 2026 જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં બનાસકાંઠા, અમદાવાદ અને કચ્છની ટીમોએ ગ્રુપ ટોપ કરી સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આજે રમાનારી પ્રથમ સેમી ફાઇનલ મેચ બનાસકાંઠા અને અમદાવાદની ટીમો વચ્ચે અને બીજી સેમી ફાઇનલ મેચ કચ્છની ટીમ અને સુરતની ટીમ વચ્ચે રમાશે. આ ટુર્નામેન્ટમાથી ગુજરાતની નેશનલ ટીમના કેમ્પ માટેના ખેલાડીઓની પસંદગી પણ કરવામાં આવી રહી છે.