સપ્ટેમ્બર 29, 2026 5:33 પી એમ(PM)

printer

વિશ્વ હ્રદય દિવસ નિમીત્તે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે પી નડ્ડાએ લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરી

આજે વિશ્વ હૃદય દિવસ છે. હૃદયરોગ, તેનું  નિવારણ અને વૈશ્વિક પ્રભાવ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે આજના દિવસે આ દિવસ ઉજવવામાં આવે છે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડાએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે આ દિવસ લોકોને હૃદયરોગના લક્ષણો ઓળખવા, સ્વસ્થ જીવનશૈલી અપનાવવા, જોખમો અટકાવવા અને સમયસર તબીબી સહાય મેળવવાની યાદ અપાવે છે.