ઓક્ટોબર 1, 2026 9:21 એ એમ (AM)

printer

ટેક્સટાઇલ ક્ષેત્રમાં ઉભરતી ટેકનોલોજીઓની ચર્ચા કરવા માટે આજે ટેક્સટાઇલ કોન્ક્લેવનું આયોજન

નવી દિલ્હીમા આજે કાપડ ક્ષેત્રમાં ઉભરતી ટેકનોલોજીઓની ચર્ચા કરવા માટે એક કાપડ સંમેલન યોજાશે. કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ આ સંમેલનનું ઉદ્ઘાટન કરશે.આ સંમેલનમાં દેશભરના કાપડ ક્ષેત્ર સાથે સંકળાયેલા 400 સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો  ભાગ લેશે.  

આ કાર્યક્રમમા અલગ-અલગ દેશો સાથે કરવામાં આવેલા મુક્ત વ્યાપાર કરારથી ભારતીય કાપડ માટે કયા નવા બજારો ખૂલશે તેના પર ચર્ચા કરવામા આવશે.સંમેલનમા  કાપડ ક્ષેત્ર સંબંધિત સરકારના વિઝન, નવી નીતિઓ અને વિવિધ સરકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવશે કાપડ ક્ષેત્ર દેશભરમાં લગભગ 4.5 કરોડ લોકોને રોજગારી પૂરી પાડી રહ્યું છે.