પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે જોન કેમ્પબેલ, શાઈ હોપ અને આમિર જાંગુની સદીની મદદથી સાત વિકેટે 405 રન બનાવ્યા. જે વેસ્ટ ઈન્ડિઝનો એક દિવસીય મેચમાં સર્વોચ્ચ સ્કોર છે. જ્યારે ભારતે કેપ્ટન શુભમન ગિલના અણનમ 233 રન અને રોહિત શર્માની સદીની મદદથી 44મી ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું. ભારતીય ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 255 રનની રેકોર્ડબ્રેક ભાગીદારી કરી. શુભમન ગિલ ફક્ત 117 બોલમાં આ સીમાચિહ્ન હાંસલ કરીને ODI ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર સૌથી ઝડપી ખેલાડી પણ બન્યા.
શુભમન ગિલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ શનિવારે ન્યૂ ચંદીગઢમાં રમાશે.