ઓક્ટોબર 1, 2026 9:25 એ એમ (AM)

printer

ફ્લાઇ દુબઇને ક્રેશ કરવાની કોશિષ કરનાર ઓમાનના પાયોલટની ધરપકડ.. બહાદુર ભારતીય પાયલોટ સ્મિત મચ્છારની પ્રધાનમંત્રી સહિત વિશ્વભરમાં પ્રશંસા

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈ ફ્લાઇટને ક્રેશ કરવાનો પ્રયાસ કરનાર ઓમાની કો-પાયલોટની સાઉદી અધિકારીઓએ ધરપકડ કરી છે. જેમણે કેપ્ટન પર છરીથી હુમલો કરી પ્લેનને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો.આ  હુમલા બાદ પ્લેન બે મિનિટથી ઓછા સમયમાં અંદાજે 17 હજાર 400  ફૂટ નીચે આવી ગયું હતું ત્યારે ક્રૂ સભ્યોએ કોકપીટમાં પ્રવેશી વિમાનને સ્થિર કરવામાં મદદ કરી પ્લેન સુરક્ષિત રીતે સાઉદી અરેબિયાના તબુક પ્રાદેશિક એરપોર્ટ પર લેન્ડ કરવામા આવ્યુ હતું.

ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ  ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છારની બહાદુરીની પ્રશંસા કરતા કહ્યુ કે તે ઘાયલ હોવા છતાં અસાધારણ બહાદુરી બતાવી હુમલાખોરનો સામનો કરી 174 મુસાફરોના જીવ બચાવ્યો હતા.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પોસ્ટમાં,કેપ્ટન સ્મિતની બહાદુરીની પ્રંશસા કરતા કહ્યુ કે સેંકડો લોકોના જીવ બચાવવનાર અને મોટી દુર્ઘટના ટાળનાર કેપ્ટન સ્મિત મચ્છર એક હીરો છે અને ભારતને તેમના પર ગર્વ છે. પ્રધાનમંત્રીએ તેમના ઝડપી સ્વસ્થતા, નવી શક્તિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી.