ઓક્ટોબર 1, 2026 9:30 એ એમ (AM)

printer

બેંકર્સ બુક્સ એવિડન્સ એક્ટ, 2026 આજથી અમલમાં આવશે

બેંકર્સ બુક્સ એવિડન્સ એક્ટ, 2026 આજથી અમલમાં આવશે. આ ખરડા પર 13 ઓગસ્ટે રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર કર્યા હતા. આ કાયદો સમકાલીન બેંકિંગ પ્રથાઓ સાથે સુસંગત રીતે બેંકિંગ રેકોર્ડના પુરાવા તરીકે ઉપયોગ માટે એક આધુનિક માળખું પ્રદાન કરશે.

નવો કાયદો ભૌતિક, ઇલેક્ટ્રોનિક, ડિજિટલ અને ક્લાઉડ-આધારિત રૂપોમાં બેંકિંગ રેકોર્ડને માન્યતા આપીને ટેકનોલોજી-તટસ્થ અભિગમ અપનાવે છે. નવા કાયદાનો હેતુ વર્તમાન બેંકિંગ સિસ્ટમની જરૂરિયાતોને પૂર્ણ કરવા કાનૂની માળખાને આધુનિક બનાવવાનો છે.