એશિયન ગેમ્સ 2026ના 12મા દિવસે મેડલની આશા સાથે ભારતીય ખેલાડીઓ મેદાનમા ઉતરશે. જેમાં વિવિધ શાખાઓમાં અનેક મુખ્ય સ્પર્ધા યોજાશે.
જ્યારે આજે પુરુષ હોકીની સેમિફાઇનલમા ભારત પાકિસ્તાન સામે ટકરાશે. ફાઈનલમાં જગ્યા બનાવવા માટે ભારતીય ટીમ જીતના લક્ષ્ય સાથે મેદાને ઉતરશે. ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરીને ચીન સામે ગોલ્ડ મેડલની મેચ માટે પોતાની જગ્યા પહેલેથી જ સુરક્ષિત કરી લીધી છે.
એશિયન ગેમ્સમાં પુરુષ ક્રિકેટની સેમીફાઇનલમા કેપ્ટન શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની ભારતીય ટીમ શ્રીલંકાનો સામનો કરશે. જ્યારે ભારતીય ખેલાડીઓ નિશાનેબાજી, જુડો, વોલીબોલ, ટ્રેક સાયકલિંગ, ગોલ્ફ, જેવી ઘણી બધી સ્પર્ધાઓમાં ચંદ્રક જીતવા માટે મેદાને ઉતરશે.
પુરુષ ક્રિકેટમાં ગુવાહાટીમાં રમાયેલી ત્રણ મેચની શ્રેણીની બીજી એકદિવસીય મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને આઠ વિકેટથી હરાવ્યું. આ સાથે ભારતે શ્રેણીમાં 2-0 ની અજેય લીડ મેળવી. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે જોન કેમ્પબેલ, શાઈ હોપ અને આમિર જાંગુની સદીની મદદથી સાત વિકેટે 405 રન બનાવ્યા. જે વેસ્ટ ઈન્ડિઝનો એક દિવસીય મેચમાં સર્વોચ્ચ સ્કોર છે. જ્યારેભારતે કેપ્ટન શુભમન ગિલના અણનમ 233 રનઅને રોહિત શર્માની સદીની મદદથી 44મીઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું.
ભારતીય ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 255 રનનીરેકોર્ડબ્રેક ભાગીદારી કરી. શુભમન ગિલ ફક્ત 117 બોલમાંઆ સીમાચિહ્ન હાંસલ કરીને ODI ક્રિકેટમાંબેવડી સદી ફટકારનાર સૌથી ઝડપી ખેલાડી પણ બન્યા. શુભમન ગિલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. શ્રેણીની ત્રીજીઅને અંતિમ મેચ શનિવારે ન્યૂ ચંદીગઢમાં રમાશે.