ઓક્ટોબર 1, 2026 9:41 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતમાં દ્વિપક્ષિય સહયોગ વધુ ગાઢ બનાવવા ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાર્તાલાપ કર્યો હતો.

બંને નેતાઓએ વેપાર, સંરક્ષણ, ઊર્જા, ક્રિટિકલ ટેકનોલોજી અને પરસ્પર રસના અન્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરી હતી.

તેમણે ભારત-યુ.એસ. વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો અને બંને દેશોના લોકોના કલ્યાણ માટે સહયોગને વધુ મજબૂત બનાવવા ગાઢ જોડાણ જાળવી રાખવા સંમતિ દર્શાવી હતી.

નેતાઓએ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમો પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું અને વૈશ્વિક શાંતિ તથા સુરક્ષાને પ્રોત્સાહન આપવાના વર્તમાન પ્રયાસો પર ચર્ચા કરી હતી.

બંને નેતાઓએ સંપર્કમાં રહેવા સંમતિ દર્શાવી હતી.