આજે વિશ્વ હાર્ટ ડે નિમિત્તે દેશ અને રાજ્યભરમાં હૃદય દિવસ ઉજવામાં આવશે. આ વર્ષની થીમ છે ‘ડોન્ટ મિસ અ બીટ’. લોકોને હાર્ટ એટેક એટલે કે હૃદય રોગના હુમલા થી બચવા અંગે જાણકારી અપાશે.
વ્યક્તિની ઉંમર, ફિટનેસ અથવા જીવનશૈલીને સિવાય યુવાનોમાં જન્મજાત હૃદય રોગથી લઈને સ્ત્રીઓ અને અનિયંત્રિત હાયપરટેન્શન ધરાવતા લોકોમાં અવગણવામાં આવેલા લક્ષણોના કારણે લોકો જીવ ગુમાવે છે, પંરતુ નાના, સુસંગત ફેરફારો કરીને, લોકો સમય જતાં તેમના હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરી શકે છે.