સપ્ટેમ્બર 16, 2026 9:19 એ એમ (AM)

printer

વર્લ્ડ સરક્યુલર ઇકોનિમી ફોરમના આજના બીજા દિવસે દક્ષિણ એશિયાઈ દેશોમાં પર્યાવરણ અનુકૂળ નીતિઓ અને ટેકનોલોજીના આદાન-પ્રદાનને નવી દિશા આપવા વિસ્તૃત ચર્ચા હાથ ધરાશે

ગાંધીનગરમાં વર્લ્ડ સરક્યુલર ઇકોનિમી ફોરમનો આરંભ થયો છે મહાત્મા મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમાં 66 દેશોના પ્રતિનિધિઓ, 200 થી વધુ આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અને ૫૫ આંતરરાષ્ટ્રીય વક્તાઓની સહભાગીતા ધરાવતા આ કાર્યક્રમના આજના બીજા દિવસે વૈશ્વિક સ્તરે ઉત્સર્જન ઘટાડવા, સર્ક્યુલર બિઝનેસ મોડેલ્સ અપનાવવા અને ટકાઉ આર્થિક વિકાસને વેગ આપવા અંગે ઊંડાણપૂર્વક મંથન કરવામાં આવશે. આ આયોજનથી દક્ષિણ એશિયાઈ દેશોમાં પર્યાવરણ અનુકૂળ નીતિઓ અને ટેકનોલોજીના આદાન-પ્રદાનને એક નવી દિશા મળશે તેવી આશા છે.

ગઇકાલે કાર્યક્રમના પ્રથમ દિવેસ – વેસ્ટ ટુ વેલ્થ’નો અભિગમ માત્ર કચરા વ્યવસ્થાપનનું મોડલ નથી, પરંતુ ગ્રામીણ અર્થવ્યવસ્થાને નવી ગતિ આપવાનું સાધન સોમનાથ મંદિર’ સર્ક્યુલર ઇકોનોમીનું ઉત્તમ ઉદાહરણ,પૂજા સામગ્રી – જળાભિષેકના પવિત્ર પ્રવાહીનો વૈજ્ઞાનિક પદ્ધતિથી શુદ્ધ કરીને ‘સોમ-ગંગા જળ’ તરીકે ઉપયોગ સર્ક્યુલર ઇકોનોમીનો અર્થ માત્ર કચરાના નિકાલ કે રિસાયક્લિંગ પૂરતો મર્યાદિત નહિ, પરંતુ તે સંસાધનોના સમગ્ર જીવનચક્રને વધુ કાર્યક્ષમ-ટકાઉ બનાવવાની વ્યાપક વિચારધારા અંગે ચર્ચા કરવામા આવી હતી.