સપ્ટેમ્બર 21, 2026 9:09 એ એમ (AM)

printer

ભરૂચમાં બે યુવકોના મોતનું કારણ જાણવા વિશેરા વિશ્લેષણ માટે મોકલાયાં

અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામના બે યુવકોના રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યા હતા. આ બંને યુવકોના મોત અંગેની અટકળો વચ્ચે પોલીસે પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકને મોતનું કારણ ગણાવ્યુ છે. જોકે મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ તથા ફોરેન્સિક પરીક્ષણ બાદ સ્પષ્ટ થશે. મોતનું કારણ જાણવા પોલીસે મૃતદેહમાંથી વિશેરા લેવડાવી ફોરેન્સિક વિભાગમાં પરીક્ષણ માટે મોકલ્યા છે.