સપ્ટેમ્બર 15, 2026 7:13 પી એમ(PM)

printer

ગાંધીનગરમાં આજથી ચાર દિવસીય વિશ્વ ગોળાકાર અર્થતંત્ર મંચનો પ્રારંભ

ગાંધીનગરમાં આજથી ચાર દિવસીય વિશ્વ ગોળાકાર અર્થતંત્ર મંચનો પ્રારંભ થયો. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં મંચનું ઉદ્ઘાટન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, આ મંચ ગુજરાતને પોતાની શ્રેષ્ઠ પ્રથાઓ વિશ્વ સમક્ષ રજૂ કરવાની અને વિશ્વની શ્રેષ્ઠ પ્રથાઓમાંથી શીખવાની તક પૂરી પાડશે. તેમણે ઉમેર્યું, રાજ્યએ ઔદ્યોગિક વિકાસ, પુનઃપ્રાપ્ય ઊર્જા, કચરા અને જળ વ્યવસ્થાપન તેમજ સંસાધન કાર્યક્ષમતા જેવાં ક્ષેત્રોમાં વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવી અનેક પહેલો કરી છે.

આ મંચને સંબોધતા શ્રી યાદવે ટકાઉ વિકાસ માળખામાં ગોળાકાર અર્થતંત્રના સિદ્ધાંતોને સમાવિષ્ટ કરવાની ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો.  આ વૈશ્વિક મંચમાં 66 દેશોના બે હજારથી વધુ હિસ્સેદારો સહભાગી થઈ રહ્યા છે. 18 સપ્ટેમ્બર સુધી યોજાનારા આ મંચ દરમિયાન વૈશ્વિક સ્તરે ઉત્સર્જન ઘટાડવા, ગોળાકાર બિઝનેસ મોડેલ્સ અપનાવવા અને ટકાઉ આર્થિક વિકાસને વેગ આપવા અંગે મંથન કરાશે.