ગાંધીનગરમા આયોજીત બે દિવસીય વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-2026નાં ગઇકાલે સમાપન થયું છે.
આ પ્રસંગે ટકાઉ વિકાસ અને પર્યાવરણ અનુકૂળ ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવા ‘ઇકોમાર્ક‘ ના લોગોનું અનાવરણ અને સર્ક્યુલર ઇકોનોમી‘ માટેની કાર્યયોજનાનો સંકલ્પ કરવામાં આવ્યો.
આ પ્રસંગે ઉપસ્થિત મંત્રી શ્રી પ્રવિણ માળીએ કહ્યુ કે ગુજરાત સર્ક્યુલર ઇકોનોમી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ક્ષેત્રે અગ્રેસર રાજ્ય બની રહ્યું છે. ‘લીનિયરથી સર્ક્યુલર’, ‘વેસ્ટમાંથી વેલ્થ’ અને ‘વપરાશથી સંરક્ષણ’ તરફ વિશ્વ આગળ વધી રહ્યું છે. આ વૈશ્વિક પરિવર્તનમાં ગુજરાત પોતાની નીતિ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાના બળે ભારત જ નહીં, સમગ્ર વિશ્વ માટે સસ્ટેનેબલ વિકાસનું પ્રેરણાદાયી મોડલ બનશે.
ફિનલેન્ડના પર્યાવરણ મંત્રી સારી મુલ્તાલાએ જણાવ્યું હતું કે, ભારતે પોતાના વ્યાપ, ઉદ્યોગસાહસિક ભાવના અને ડિજિટલ નવીનતાઓ દ્વારા વિશ્વ સમક્ષ પુરવાર કરી બતાવ્યું છે કે સર્ક્યુલર ઈકોનોમી માત્ર પર્યાવરણીય ખ્યાલ નથી, પરંતુ આર્થિક અને સામાજિક વિકાસની એક અભૂતપૂર્વ તક છે.
આ બે દિવસીય મંથનમાં 66 દેશોના 2700થી વધુ પ્રતિનિધિઓ અને 260 જેટલા વક્તાઓએ ભાગ લીધો હતો.