સપ્ટેમ્બર 17, 2026 10:21 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના યશોભૂમિ ખાતે સેમિકોન ઈન્ડિયા 2026નું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના યશોભૂમિ ખાતે SEMICON India 2026નું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે. આજથી યોજાનારી ત્રણ દિવસીય પરિષદ અને પ્રદર્શન ‘સિલિકોન ટુ સિસ્ટમ્સ: બિલ્ડીંગ ધ ઇકોસિસ્ટમ’ ની વિષયવસ્તુ  પર આયોજિત કરવામાં આવી રહ્યું છે.  

આ પરિષદ હેઠળ ભારતમાં સહયોગ, રોકાણ, નવીનતા અને પ્રતિભા વિકાસને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. સમાંતર સત્રોમાં ઉદ્યોગ ક્ષેત્રમાં પ્રગતિ, સહયોગ અને સંયુક્ત સાહસોને સરળ બનાવવા રચાયેલ છ દેશોની ગોળમેજી અને મહિલાઓના નેતૃત્વ પર એક મંચ સહિત અન્ય સત્રો આવરી લેવામાં આવશે.

જેમાં 52 દેશોના પ્રતિનિધિઓ 150 થી વધુ વક્તાઓ અને  લગભગ 50 હજારથી વધુ મુલાકાતીઓ ભાગ લેશે. પ્રદર્શનમાં જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા, નેધરલેન્ડ્સ, સિંગાપોર અને સ્વીડનનું પ્રતિનિધિત્વ કરતા છ દેશ પેવેલિયન, 12 રાજ્ય બૂથ, એક સ્ટાર્ટઅપ પેવેલિયન, ઇનોવેશન શોકેસ, વિદ્યાર્થી હેકાથોન અને કાર્યબળ વિકાસ પેવેલિયન દર્શાવવામાં આવશે.