સપ્ટેમ્બર 17, 2026 10:09 એ એમ (AM)

printer

પુરુષ ક્રિકેટમાં, ભારત – અફઘાનિસ્તાન વચ્ચે આજે T-20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની અંતિમ મેચ

પુરુષ ક્રિકેટમાં, ભારત આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ  રમશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.

દરમિયાન ભારતે પહેલી બે મેચમાં શાનદાર જીત મેળવીને શ્રેણી પર અજય સરસાઈ મેળવી છે. ભારતે બંને મેચમાં 7 વિકેટથી વિજય મેળવ્યો છે.