સપ્ટેમ્બર 17, 2026 9:32 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને જનસેવાથી રાષ્ટ્રસેવાના 25 વર્ષના અવસરે દેશ સહિત રાજ્યભરમા આજે સેવા સંકલ્પ અભિયાનની ઉજવણી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને જનસેવાથી રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષના અવસરે દેશ સહિત રાજ્યભરમા આજે સેવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ થશે.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભવો ઉપસ્થિત રહી ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતીમાં સહભાગી થશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રી વડનગરથી વારણસી બાઈક રેલીનું પ્રસ્થાન કરાવશે. સાંજે જગન્નાથ મંદિર અમદાવાદમાં દર્શન અને પૂજન કર્યા બાદ કાંકરિયા તળાવ પરિસર ખાતે આશીર્વાદનો દીવોકાર્યક્રમમાં ઉપસ્થિતિ રહેશે.

આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિરામય સ્વાસ્થય માટે રાજ્યભરના લોકોને ઘરે ઘરે આશીર્વાદનો દિવો પ્રગટવાની પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ અપીલ કરી છે.

દરેક મંદિરો દરેક જગ્યાઓ એ વિશિષ્ટ રીતે લાઈટિંગથી શણગારીને આ પ્રકારે આપણી જે ધરોહરો છે આ ધરોહરોને એક અલગ ભાવના સાથે આધ્યાત્મિક ને ભક્તિના ભાવ સાથે આદરણીય મોદી સાહેબને આશીર્વાદ આપી શકાય, શુભકામના આપી શકાય એવો આશીર્વાદનો દીવડો એ સૌ સાથે મળીને પ્રગટાવે આમંત્રણ પણ આપું છું ને અપીલ પણ કરું છું. આ સેવાની પ્રવૃત્તિમાં સેવા દિવસ તરીકેના કાર્યક્રમમાં સૌને જોડાવા માટે હું નિમંત્રણ આપું છું.


આ અભિયાનના ભાગરૂપે આજે સાંજે અમરેલીમા કામનાથ મહાદેવ મંદિર ખાતે આશીર્વાદનો દીવો કાર્યક્રમ યોજાશે. રાજ્યમંત્રી  કૌશિક વેકરીયા, સાંસદ

સહિત લોકો અંદાજે 5 હજાર જેટલા આશીર્વાદના દીવડાઓપ્રજ્વલ્લિત કરશે. આ સાથે સમગ્ર અમરેલી જિલ્લામાં પણ વિવિધ આશીર્વાદ દીવાના કાર્યક્રમો યોજાશે.

આણંદ જિલ્લામાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામા આવ્યું છે. સાથે જ સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પો અને કાર્યક્રમો યોજાશે.

ગીર સોમનાથ જિલ્લામા સોમનાથ મંદિર ખાચે આજે સાંજે આશિર્વાદનો દીવો અને ભવ્ય આરતી કાર્યક્રમ યોજાશે.

આ સાથે જ સુરતથી 250 યુવાનો 17 દિવસની બાઇક રેલીમાં વડનગરથી વારાણસી જશે અને બાબા વિશ્વનાથ મંદિરમાં જલાભિષેક કરશે.

વડનગરમા સેવા સંકલ્પ અભિયાનના પ્રારંભ પૂર્વે શર્મિષ્ઠા તળાવ કિનારે મહાઆરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.