સપ્ટેમ્બર 17, 2026 9:37 એ એમ (AM)

printer

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં રાજ્યમાં ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત થઈ રહેલી કામગીરીની સઘન સમીક્ષા કરાઇ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ટી.બી. મુક્ત ભારત અભિયાનની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

લોકભવન ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે યોજાયેલી  આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યમાં ટીબી મુક્ત ભારત અભિયાનઅંતર્ગત થઈ રહેલી કામગીરીની સઘન સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન રાજ્યપાલશ્રીએ ગુજરાતને ક્ષયમુક્ત કરવા માટે આ અભિયાનને જન-આંદોલનનું સ્વરૂપ આપવા જણાવ્યું હતું ટો આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ટીબીના પ્રત્યેક દર્દી સુધી સમયસર અને શ્રેષ્ઠ સારવાર પહોંચે તેવી સચોટ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.