મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ‘હરિત ઘર – સ્વસ્થ સમાજ‘ અભિયાનનો ગઇકાલે પ્રારંભ કરાવ્યો. 76 હજાર કિચન ગાર્ડનના છોડ વાવવાના સંકલ્પ સાથે આ અભિયાનનો પ્રારંભ થયો છે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે બોલતા કહ્યું કે પ્રધાનમંત્રીએ વિકાસની સાથે હંમેશાં પર્યાવરણ સંરક્ષણની ચિંતા કરી છે, વિશ્વ ગુજરાતી સમાજનું આ અભિયાન એ જ દિશા તરફનો પ્રશંસનીય પ્રયાસ છે આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે મુખ્યમંત્રીએ પર્યાવરણ રક્ષણ માટે કાર્યરત 35 જેટલા સ્ટાર્ટઅપનાં સ્ટોલ્સની મુલાકાત લઈને યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે કિચન ગાર્ડનના 76 હજાર રોપા વિતરણના અનોખા અભિયાન માટે ગોલ્ડન બુક ઑફ રેકોર્ડ દ્વારા વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.