સપ્ટેમ્બર 5, 2026 1:26 પી એમ(PM)

printer

ગુજરાતના અમદાવાદમાં વિશ્વ તીરંદાજી પેરા સિરીઝ 2026નો ત્રીજા તબક્કાનો આજથી આરંભ.

ગુજરાતના અમદાવાદમાં વિશ્વ તીરંદાજી પેરા સિરીઝ 2026નો ત્રીજા તબક્કાનો આજથી આરંભ થઈ રહ્યો છે. જેમાં 19 દેશોના 105 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ભારત પહેલીવાર આ સ્પર્ધાનું આયોજન કરી રહ્યું છે. આ સ્પર્ધા અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાશે અને 9 સપ્ટેમ્બર સુધી ચાલશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગઈકાલે સાંજે વર્ચ્યુઅલી આ સ્પર્ધાનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભારત આગામી વર્ષોમાં રમતગમતનું મુખ્ય કેન્દ્ર બનશે.

દરમિયાન આ સ્પર્ધામાં 29 સભ્યોની ભારતીય ટીમ ભાગ લઈ રહી છે, જેમાં પેરિસ પેરાલિમ્પિક મેડલ વિજેતા શીતલ દેવી, રાકેશ કુમાર અને હરવિંદર સિંહનો સમાવેશ થાય છે. આ સ્પર્ધા રિકર્વ, કમ્પાઉન્ડ, W-1 અને V-1 એમ ચાર શ્રેણીઓમાં યોજસી રહી છે. શ્રેણીનો પ્રથમ તબક્કો એપ્રિલમાં બેંગકોકમાં યોજાયો હતો, બીજો તબક્કો ચેકિયામાં યોજાયો હતો. શ્રેણીનો ચોથો અને અંતિમ તબક્કો ઓક્ટોબરમાં ચિલીના સેન્ટિયાગોમાં યોજાશે.